________________
૧૪ સ’સાર સુખી બનાવી શકયા છે. મિલન અને મનીષ નામનાં એ પુત્રરત્નોથી તેમનું ગૃહ રળિયામણું મન્ચુ છે.
શ્રી ચંદ્રસેન પર લક્ષ્મીદેવીની કૃપા છે, છતાં જરાયે અભિમાન નથી. સહુની સાથે પ્રેમથી ભળે છે અને પેાતાની બનતી સેવાઓ આપે છે. તેમના હસમુખા સ્વભાવ અને અને સૌજન્ય આવનાર વ્યક્તિ પર પ્રબળ પ્રભાવ પાડે છે અને તેમની ઉદારતા સામાને ક્ષણવારમાં જીતી લે છે. પ્રભુભક્તિ, જપ, ધ્યાન આદિ તેમના દૈનિક ધાર્મિક જીવનનાં મહત્વપૂર્ણ અંગે છે. તેમાં કદી આળસ કે પ્રમાદ કરતા નથી. વધારે સ્પષ્ટ કહીએ તેા પ્રથમ ધામિક આરાધના કરીને પછી જ તેઓ ધંધે લાગે છે. દેવ, ગુરુ અને ધ ત્રણેય પર તેમની અનન્ય નિષ્ઠા છે, તેથી જ તેમનું જીવન શ્રીમંતાઈમાં પણ સદાચારના માર્ગે વહેતુ રહ્યું છે અને અનેક મનુષ્યાને પ્રભાવિત કરી રહ્યું છે.
તેમના વડીલ બંધુ શ્રીનેમચ દભાઈ તથા શ્રીસુરેન્દ્રભાઈ તથા વડીલ બહેન હુંસા, તેમજ નાની બહેના શકું તલા અને સુવી-એ બધાએ તેમના પર અપાર મમતા રાખે છે અને તેમના પ્રગતિમય જીવનની અદ્દભુત છટા નિહાળી આનદ પામે છે. શ્રી ચંદ્રસેનભાઈ પણ તેમના પ્રત્યે તેવી જ લાગણી ધરાવે છે.
આવા એક વિરલ વ્યક્તિત્વવાળી વ્યક્તિને જપ ધ્યાન-રહસ્ય' નામના ગ્રંથ અર્પણ કરતાં અમે ખૂંખ આનંદ અનુભવીએ છીએ અને પરમાત્માને પ્રાથના કરીએ છીએ કે તેમને દીર્ઘાયુષ્ય, નીરાગી જીવન, વિપુલ સોંપત્તિ અને માનવજાતિની અનેકવિધ સેવા કરવાની તક આપે.