________________
૧૩
છે અને પાલીતાણાના મતી સુખિયા જૈન દહેરાસર તથા ધર્મશાળાના પણું એક ટ્રસ્ટી છે. ઉપરાંત અનેક સંસ્થાઓની કાર્યવાહક સમિતિના સભ્ય છે. , ગત વર્ષે પાલીતાણામાં પ. પૂ. આચાર્ય શ્રી વિજય-.
ભુવન ભાનુસૂરિજી મહારાજની શુભ નિશ્રામાં ધાર્મિક શિક્ષણ શિબિરનું આયોજન થયું, તેનું ઉદ્ઘાટન તેમના વરદ હસ્તે થયું હતું. વળી પ. પૂ. સાહિત્ય-કલા-રત્ન મુનિરાજશ્રી ચશેવિજ્યજી મહારાજે અથાગ પરિશ્રમ કરીને તૈયાર કરેલાં 'તીર્થકર ભગવાન મહાવીર” નામના અપૂર્વ ગ્રંથના પ્રકાશન–સમર્પણ નિમિત્તે મુંબઈમાં જે ભવ્ય પ્રકાશનસમર્પણ સમારેહ જાયે, તેમાં તેમણે ખૂબ ઉલટથી ભાગ લીધું હતું અને તે અંગે જે શોભાયાત્રા નીકળી તેમાં પ્રભુજીના રથમાં પત્નીસહ બેસવાને લહાવો લીધો હતે. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગિરિએ મુંબઈની મુલાકાત દરમિયાન વાલકેશ્વર આદિનાથ જૈન મંદિરના દર્શનાર્થે પધારી પાસેના ઉપાશ્રયમાં બિરાજમાન પ. પૂ. . આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ તથા ૫ પૂ.
મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજ આદિ મુનિમંડળના દશનને લાભ લીધો. તે વખતે જાયેલા ભવ્ય સમારોહના એક મંત્રી તરીકે પણ તેમણે સેવા આપી હતી.
તા. ૬-૫-૧૯૬૯ના રોજ તેમનાં લગ્ન શ્રીમાન રતનચંદ ભાઈચંદ ઝવેરીના સુપુત્રી વીણાબહેન સાથે થયાં. તેઓ પણ એક સુશિક્ષિત સંસ્કારી મહિલા છે અને તેમને