________________
- ધર્મપરાયણ સોજન્યમૂતિ શ્રીમાન ચદ્રસેન જીવણભાઈ ઝવેરીને
ટૂંક જીવન–પરિચય ધર્મપરાયણતા, ઉચ્ચ સંસ્કાર અને સૌજન્યથી માનવજીવનમાં અનેરી સૌરભ પ્રકટે છે અને તે અનેકનું આકર્ષણ કરે છે. શ્રીમાન ચંદ્રસેન જીવણભાઈ ઝવેરી માત્ર ત્રીશ વર્ષની -ઉમરમાં સમાજનું અનેરું આકર્ષણ કરી શક્યા, તેની પાછળ પણ આવા જ કારણે રહેલાં છે.'
" વિ. સં. ૨૦૦૦ની વસંત ઋતુ મેહમયી નગરીના વાતાવરણને ખુશનુમા બનાવી રહી હતી. તેને પ્રથમ માસ (ફાગણ) વ્યતીત થઈ ચૂક્યો હતો અને બીજે માસ (ચત્ર) બેસવાની તૈયારી હતી. એ વખતે સુરત વિશા ઓસવાલ જ્ઞાતિના લબ્ધપ્રતિષ્ઠિત શેઠશ્રી જીવણભાઈ નગીનભાઈ ઝવેરીને ત્યાં ધર્મપરાયણ માતા પદ્માવતીની કુક્ષિએ તેમને જન્મ થ. ઈસ્વીસન પ્રમાણે ૧૯૪૪ના માર્ચ માસની ૨૪મી તારીખને એ દિવસ હતું. બે પુત્ર અને એક પુત્રી પછી ચોથા સંતાન તરીકે તેમને જન્મ થયે હતું, છતાં તેમના જન્મથી કુટુંબમાં ઘણે આનંદ છવાયો હતો અને તેમના ચંદ્ર જેવા કાંતિમય મુખડાએ સહુનું આકર્ષણ કર્યું હતું. તેમનું નામ જન્મરાશિ પરથી ચંદ્રસેન પડયું, એ પણ કુદરતને એક સંકેત જ ગણાય ને!' ,
*
.