Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 11
________________ સિવાયની બીજી પરંપરાઓ કાલકમે નાશ પામવા લાગી. અને તે પરંપરાના સાધુઓ અને શ્રાવકો નિગ્રંથ સંપ્રદાયના આશરા હેઠળ આવવા લાગ્યા. આ સઘળાનું મિશ્રણ થતાં “જીન શાસનને બદલે જૈનધર્મ કહેવા શરૂ થયે. આજીવિકા મત–શાલકની પરંપરાના સાધુઓ. સંપૂર્ણ દિગંબર–નગ્ન તત્વપણામાં માનનારા હોવાથી કાલકમે જુદા પડયા. તેઓ નિગ્રંથ સંપ્રદાયના મિશ્ર સિધ્ધાંત સહિત દિગંબર જૈન તરીકે ઓળખાય છે. અને હાલમાં શ્વેતાંબર જૈન સંપ્રદાય જોવામાં આવે છે તેમાં વરઘડા કાઢવા, પાંજરાપોનું વિધાન, પીળા કપડે, મૂર્તિપૂજા પછવાડે અતિશયેક્તિભરી પૂજા પ્રભાવના વગેરે અસર બૌધ્ધ વગેરે સંપ્રદાયની પ્રત્યક્ષ જણાઈ આવે છે. ખરું જોતાં હાલની જૈન શ્વેતાંબર સંપ્રદાય તે નિર્ચ થ. સંપ્રદાયના સિધ્ધાંત ઉપર થએલી બૌદ્ધાદિ સંપ્રદાયની અસરવાળું મિશ્ર સ્વરૂપ છે. આ જોતાં આજીવિક મતની અસરવાળું મિશ્રસ્વરૂપ તે દિગંબર જૈન સંપ્રદાય છે અને બૌદ્ધાદિની અસરવાળું મિશ્ર સ્વરૂપ તે શ્વેતાંબર જૈન સંપ્રદાય છે. આવા મિશ્રસ્વરૂપવાળ જૈન શ્વેતાંબર સંપ્રદાયમાંથી સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ ભાખેલા શુદ્ધ નિગ્રંથ સિદ્ધાંતનું સંશોધન કરીને અને તેમાંથી મિશ્રપણાને પરિત્યાગ કરીને શ્રી જૈન શ્વેતાંબર તેરાપંથને ઉદય થએલે છે. ખરું જોતાં વર્તમાન કાળે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને ભાખેલે શુદ્ધ જૈન ધર્મ કે નિગ્રંથ સંપ્રદાય તરીકે કેઈ પણ દા ધરાવવાને હક્કદાર હોય.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90