________________
આ આચાર્ય શુદ્ધ જૈન ધર્મના એટલે જૈન શ્વેતાંબર તેરાપંથના બીજા આચાર્ય હતા. એમને જન્મ મેવાડના મૂહ ગામમાં સં. ૧૮૦૩માં થયું હતું. એમની દીક્ષા મારવાડના કેલવા ગામમાં થઈ હતી. સ્વામી ભીખમજીએ પિતાના જીવનકાળમાંજ એમને યુવરાજ પદવી અર્પણ કરી હતી. એમના પિતાનું નાશ કૃષ્ણજી લેઢા અને માતાનું નામ ધારિણી હતું. એમના શાસનકાળમાં ૩૮ સાધુ અને ૪૪ સાધ્વી પ્રવ્રજિત થયાં. સ્વામી ભીખમજીએ અંત સમયે એમની ખુબ પ્રશંસા કરી હતી. એમની દીક્ષા દશ વર્ષની ઉમરેજ થઈ હતી. એ બાલ બ્રહ્મચારી હતા. પંચેતેર વર્ષની ઉમરે મેવાડના રાજનગરમાં માઘ વદિ આઠમના રોજ સં. ૧૮૭૮માં એમનો સ્વર્ગવાસ થયે.
પૂજ્યજી શ્રી રાયચંદજીસ્વામી.
આ ત્રીજા આચાર્યને જન્મ રાવલિયા ગામમાં સં. ૧૮૪૭માં થયે ડુતે. રાજનગરમાં એમને પાટગાદી મળી હતી. એમના પિતાનું નામ ચતુરજી બમ્બ હતું. માતાનું નામ મુલાજી હતું. જાતે સવાલ હતા. એમણે ભગવાન ભીખમજી સ્વામીના સમયમાં જ બાલ અવસ્થામાં દિક્ષા અંગીકાર કરી હતી. સ્વામી ભીખમજીનું નિર્વાણ થયું ત્યારે એમની ઉમર નાની હતી. એમના શાસન કાળમાં ૭૭ સાધુ અને ૧૬૮ સાધ્વીઓએ પ્રવ્રજા અંગીકાર કરી હતી. એમને સ્વર્ગવાસ દર વરસની ઉમરે માઘ વદિ.