________________
-વગેરેની ભારે અસર થઈ. આથી જૈનધર્મ વિકારવાળું મિશ્રસ્વરૂપ ધારણ કર્યું. આ મિશ્ર જેનધર્મ કેટલાક સૈકાઓ સુધી ચાલ્યું. એ પછી આટલે વરસે સ્વામી ભીખમજીએ પહેલી વાર પવિત્ર સૂત્રેનું સંશોધન કર્યું અને શુદ્ધ જૈન ધર્મના પવિત્ર સિદ્ધાંતને જેમ છે તેમજ પ્રચાર કર્યો. આવી જાતને શુદ્ધ, સત્ય સિદ્ધાંત શેધીને પ્રકાશમાં લાવવા માટે જ ભગવાન ભીખમજી સ્વામીને શ્રુતકેવલી-સમા ભગવાન ભીખમજી સ્વામી તરીકે સંબધવામાં આવે છે. આ સિદ્ધાંત એ તે ભગવાન મહાવીર સ્વામીને સિદ્ધાંત છે, જે પવિત્ર સિદ્ધાંતને નહિ સમજી શકવાથી જેમ પ્રાચીન કાળમાં અન્ય ધર્મના લોકો જૈન ધર્મને શ્રેષ કરતા હતા તેમજ આજે આ શુદ્ધ સિદ્ધાં તને નહિ સમજી શકવાથી મિશ્ર જૈન ધર્મને શુદ્ધ જૈન ધર્મ માની લઈને તેની પછવાડે પ્રયત્નશીલ બની રહેલા ભાઈઓ અને બહેને સ્વામી ભીખમજીએ પ્રકાશેલા શુદ્ધ જૈન ધર્મને દેશ કરે છે. એ તે જેને ક્ષમાપશમ રૂડે હશે તે જ શુદ્ધ જૈન ધર્મના પવિત્ર સિદ્ધાંતને સમજી શકશે, સ્વામી ભીખમજીને સિદ્ધાંત છે કે આવે, જુઓ, તપાસે, રૂબરૂ મળે, પુછે ખાત્રી કરે અને બુદ્ધિમાં બેસે તે જ અંગીકાર કરે. આમાં અંધશ્રદ્ધાને લેશ પણ સ્થાન નથી. સ્વામી ભિખમજીનું મૂળ નામ સ્વામી ભિખણુછ હતું.
સ્વામી સહિત મા,
પૂજ્ય શ્રી ભારમલજીસ્વામી.
સ્વામી ભીખમજીની પાટે સ્વામી ભારતમજી આવ્યા.