________________
આદિ થાણચાર તથા સંસ્કૃતના પંડિત મુનિરાજ શ્રી ધનરાજજી સ્વામી, શ્રી નેમિચંદજી સ્વામી અને શ્રી. ગુમરમલજી સ્વામી કાઠિઆવાડમાં પધાર્યા. આ શરૂઆત. મહાન પવિત્ર કાર્યરૂપ છે.
કેટલીક સાલવારી વીર નિર્વાણ પછી ૧૭૦ વર્ષે શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ સ્વામીએ સ્વર્ગવાસ કર્યો. આ સમયમાં નંદરાજાના રાજ્યમાં બાર દુકાળી પડી. તેથી અસ્ત વ્યસ્ત થએલું શ્રત એકત્રિત કરવા માટે મગધ દેશનાં પટણામાં સાધુ પરિષદ મળી. વીર નિર્વાણ પછી ૨૧૯ વરસે સ્થલીભદ્ર સ્વામીને સ્વર્ગવાસ થયે. આર્ય સુહસ્તિ સ્વામી વીર નિર્વાણ પછી ર૧ વર્ષે સ્વર્ગવાસ પામ્યા. એમના સમયમાં બાર દુકાળી પડી હતી વગેરે કારણે શ્રમણ સંઘમાં શિથિલાચારે પ્રવેશ કર્યો. જીન પ્રતિમાની પૂજા આ સમયે પ્રચાર પામી.
વીર નિર્વાણ પછી પાંચસેં વરસ વીતી ગયા પછી વળી બાર દુકાળી પડી. આ સમયે આર્ય સ્કંદિલ અને આર્ય વજીસ્વામી હતા. શ્રત વિશેષ અસ્ત વ્યસ્ત થયું. અજ્ઞાનનો વધારો થવાની સાથે જીન પ્રતિમાની. પૂજાએ વિશેષ જોર પકડયું. શ્રુત સંગ્રહ માટે મથુરામાં શ્રમણ સંઘ મળે, તેને “માથુરી વાચના કહે છે. વીર નિર્વાણ પછી નવસે વર્ષ વીતી ગયા બાદ ફરીથી બાર દુકાળી પડી. શ્રુત અસ્ત વ્યસ્ત થયું. વરસેથી ચાલતે