________________
પૂજા કરવામાં મુલાકાફલો ધૂપ, દીપ, કાચાં પાણી વગેરેની વપરાશ છટથી થતી હોવાથી તે સઘળી કરણમાં હિંસા થાય છે માટે દયા દયાને પિકાર ઉઠાવીને દેરાસરજી અને પવિત્ર જન પ્રતિમાજીને ઉત્થાપી નાંખ્યાં. .
- આ સઘળું જોતાં સ્પષ્ટ સમજાય છે કે ધર્મ સંશેધક શ્રી લંકા મહેતાએ હાલમાં દેરાવાસી તથા સ્થાનકવાસી જૈન ભાઈઓ અને સાધુઓ જેને દાન કહે છે અને જેથી પુણ્ય થાય એમ ઉપદેશે છે તેવા સાવદ્ય હિસાવાળા કે પાપવાળાં દાનમાં શ્રી લંકાશાહ-લકા મહેતા માનતા ન હતા પણ એમણે તે તેવા સાવઘ દાનની સામે પોકાર ઉઠાવ્યા હતા. એજ રીતે જીન પ્રતિમા અને જીન પ્રાસાદ સામે પણ પિકાર ઉઠાવ્યો હતે. એથી શ્રી લૌકા મહેતાને સિદ્ધાંત તે જૈન શ્વેતાંબર તેરાપંથના જેવો જ હતો એમ સ્પષ્ટ થાય છે.
શ્રી કમલસંયમ કહે છે કે “સંવત પનરનું ત્રીસ કાલિ, પ્રગટયા વેષધાર સમકાલિ શ્રી લંકામહેતા અને શ્રી લખમશી શાહ સંવત પનરસું ત્રીશમાં પ્રગટ થયા કે એ સાલમાં “કાગચ્છથી સ્થાપના કરી. આ અરસામાં ગુજરાત અને કાઠિઆવાડમાં મુસલમાની રાજ્ય પ્રસરી રહ્યું હતું. ઈસ્લામના આદર્શ મુજબ જેને વગેરેના દેવલે અને બીજાં ધર્મ સ્થાને તેવાનું ચાલી રહ્યું હતું. મુસલમાન બાદશાહના સુબા પીરેજખાન ગુજરાતમાં દેહરા, પૌષધશાલા વગેરે તેડાવી રહ્યા હતા તેથી એને બાદશાહ તરફથી બહુ માન મળતું હતું. આ રીતે જીનપ્રતિમા,