________________
સમાજમાં માટે ગડબડાટ ઉભું કરી રહ્યા છે અને પાપ પુણ્યને આશ્રય લઈને વગર સમ ભેળી ભટાક શ્રાવકોને ભડકાવી રહ્યા છે કાચું પાણી પીવાથી જે ફળ પીનારને થાય, એજ ફળ પાનારને થાય અને એજ ફળ એનું અનુદન કરનારને થાય. એજ પ્રમાણે ખાવાનું પણ સમજી લેવું.
જૈન સાધુઓ ભાગવતી દિક્ષા અંગીકાર કરે છે ત્યારે પાપ કર્મ નહિ કરવાનાં પચ્ચખાણ કરે છે. એને સીધે અર્થ એ થાય છે કે જે કરણ કરવાથી સાધુઓનાં સાધુપણામાં અતિચાર લાગે કે ભંગ થાય તે સઘળી પાપ કરણી છે જે કરણ કરવાથી સાધુઓને પાપ લાગે તેજ કરણી શ્રાવક કરે તે તેને પણ પાપજ લાગે પણ પુણ્ય થાય નહિ. પુણ્ય થવાની વાત કહે છે તે તે બ્રાહ્મણ ધર્મની વાત છે, પણ જૈન ધર્મની તેવી માન્યતા નથીજ. બ્રાહ્મણ ધર્મમાં ચાર વર્ણ અને ચાર આશ્રમનાં ધર્મ જુદા જુદા માનેલા છે પણ જૈન ધર્મમાં તે ઘરબારી હિય કે ત્યાગી હોય, એ સઘળા માટે ભગવાને એકજ ધર્મ પ્રકાશે છે. એકજ ધર્મ છે અને શ્રાવકે એનું અંશે પાલન કરે છે અને સાધુઓ સંપૂર્ણ પાલન કરે છે.