________________
૭૬
પડયું. આ આચાર્ય મહારાજ દિલ્લીના પ્રખ્યાત અકબરબાદશાહના આમંત્રણથી દિલ્લી, આગ્રા, ફતેપુર પધાર્યા હતા અને બાદશાહને પ્રતિબે હતે. સં. ૧૬૩૯ત્ના જેઠ વદિ ૧૩ના રોજ ફતેપુર સિકરીમાં પ્રવેશ કર્યો હતો. અકબર પાદશાહે સં. ૧૯૪૦માં હીરવિજ્ય સૂરિને “જગદ્ગગુરૂનું બિરૂદ્ધ આપ્યું. “શત્રુંજય મહાતીર્થ પાદશાહે શ્રી હીરવિજય સૂરિને અર્પણ કર્યું હતું, લેખ પણ હીરવિજય સૂરિના નામને મહેર સિકકાવાલે કરી આપે હતું. આ સૂરિના સમયમાં જ લોકાગચ્છમાંથી કિઢાર કરીને લોકગચ્છના યતિ વર્ગમાંથી શ્રી જીવરાજજી સ્વામી, શ્રી ધર્મસિંહ સ્વામી શ્રી લવજી સ્વામી વગેરે જુદા પડયા. એમણે કડક સાધુપણું પાળ્યું. અને દયા દયાને પિકાર ઉઠાવ્યું. એથી જેન તાંબર મૂર્તિપૂજક સંપ્રદાર્ય ઉપર મોટો ફટકો પડે. કારણ કે પ્રમાણમાં દેરાવાસી સાધુએ ઘણાજ ઢીલા શિથિલાચારી હતા. લગભગ પીળા કપડાવાળા સાધુઓ યતિ જેવા જ થઈ ગયા હતા.
સત્તરમાં સૈકામાં જૈન ઇતિહાસ પ્રસિદ્ધ મહાપુરૂષ શ્રી બનારસીદાસજી થયા. જેઓ મહાકવિ હતા. પ્રથમ ખરતરગચ્છના અનુયાયી હતા અને છેવટે દિગંબર જૈન સંપ્રદાયના અધ્યાત્મરસનું એમણે પેટપૂરણ પાન કર્યું હતું. આ સમયમાં ધર્મસાગર ઉપાધ્યાય થયા. એમણે જૈનમાં ચાલતા ગચ્છનું ખંડન કરીને ભારે ખળભળાટ મચાવ્યું હતું. લંકાગચ્છની યતિપરંપરાથી જુદા પડીને આ સૈકામાંજ શ્રી ધર્મદાસજી સ્વામીએ સ્વતંત્ર સંપ્રદાય