Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 78
________________ ૧૭૭ સ્થાપી, એમના શિષ્યોએ બાવીશ સંઘાડા–ટેળા-સંપ્રદાય સ્થાપ્યા. એમણે પણ મૂર્તિપૂજક સંપ્રદાયને ભારે ફટકો માર્યો. સં૧૭૪૩માં સંસ્કૃતના પ્રખર વિદ્વાન શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે સ્વર્ગવાસ કર્યો. આ અરસામાં જ અધ્યાત્મવાદી શ્રી આનંદધનજી મહારાજ થઈ ગયા. જૈન શ્વેતાંબર તેરાપંથના પ્રસ્થાપક શ્રુતકેવલિસમા ભગવાન ભીખમજી સ્વામીને જન્મ સં. ૧૭૮૩માં થયો હતે. એમણે એમના સમયમાં ચાલમાં જુદા જુદા જૈન સંપ્રદાયના સાધુઓના આચાર તદ્દન ઢીલા અને એમની પ્રરૂપણ બૌદ્ધ, બ્રાહ્મણ, વગેરેના મિશ્રણવાળી મિશ્ર પ્રરૂપણા જેઈને એ સર્વ જૈન મિશ્ર મતપને સરાવીને સં. ૧૮૧૭માં સ્વયમેવ ભાગવતી દિક્ષા અંગીકાર કરીને ભારે કડક સાધુ આચાર પાળ પળાવવો શરૂ કર્યો અને શુદ્ધ જૈનધર્મની શુદ્ધ પ્રરૂપણું શરૂ કરી. સં. ૧૮૬૦માં એમનું નિર્વાણ થયું. “કવિગચ્છ કે શ્રીમદ્ રાજચંદ્રજીને સંપ્રદાય સં. ૧૯૫૭ પછી શરૂ થયે. એમને જન્મ કાઠિવાડના વિવાણી આ બંદરમાં સં. ૧૯૨૪માં થયો હતો. એમને સ્વર્ગવાસ સં. ૧૫૭માં રાજકોટમાં થયે. એમના ભકતએ પિતાનું મંડળ સ્થાપ્યું. એમાંથી ગચ્છ કે ગચ્છ જેવું થઈ ગયું. અગાસ, ખંભાત, સિદ્ધપુર વગેરે સ્થળે એમનાં પવિત્ર ધામે છે. શ્રીમદ રાજચંદ્રજી એક જ્ઞાની પુરૂષ હતા. જેને તાંબર તેરાપંથના બીજજ્ઞાનમાંથી આ ગચ્છને ઉદય થયે.

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90