________________
૭૮ લંકાશાહની માન્યતા ધર્મસંશોધક શ્રી લંકાશાહના સંબંધમાં બહુ જ થોડું જાણવા મળે છે. આ બાબતમાં એમના સ્થાપેલા લંકાગચ્છમાંથી નીકળેલી સ્વતંત્ર સંપ્રદાયે શ્રી ધર્મસિંહ સ્વામીની સંપ્રદાય શ્રી લવજીસ્વામીની સંપ્રદાય વગેરેનાં સાહિત્યમાંથી શ્રી લંકાશાહની તે સમયની માન્યતાઓના સંબંધમાં કાંઈ પણ જાણવાનું મળતું નથી. એનું કારણ એ છે કે શ્રી લંકાશાહની માન્યતાઓને લગતું એમનું પિતાનું રચેલું કઈ પુસ્તક વિદ્યમાન નથી તેમજ એ સંબંધમાં શ્રી લંકાશાહના મદદગાર શ્રી લખમશી શાહે પણ કેઈ ઉલ્લેખ કરેલ નથી. તેમ છતાં શ્રી લંકાશાહના સંબંધમાં હમણાં હમણાં છેલ્લાં ત્રીશેક વરસમાં જે કાંઈ લખાયેલું વાંચવામાં આવે છે તે કેવલ ભકિતભાવ -ભરી નરી શ્રદ્ધાની કલ્પનામાંથી લખાયેલું છે. એટલું જ નહિ પણ શ્રી ધર્મસિંહજી સ્વામી વગેરેએ પણ શ્રી લંકાશાહના સંબંબંધમાં ખાસ ઉલ્લેખ કરેલ નથી. માત્ર એમની પટ્ટાવલિઓમાંથી નહિ જેવું મળી આવે છે. આવી પટ્ટાવલિઓમાં પરસ્પર મતભેદ છે. આના સંબંધમાં બહુ તપાસ કરતાં શ્રી લંકાશાહના સમકાલિન બે ઉલ્લેખ મળી આવે છે. સિદ્ધાંત ચોપાઈ” અને “સિદ્ધાંત સારોદ્ધાર છે. આમાં “સિદ્ધાંત ચેપઈ તે સં. ૧૫૪૩માં તપગચ્છના જેન કવિમુનિ શ્રી લાવણ્યસમયે રચેલ છે. અને સિદ્ધાંત સારદ્વાર સમ્યત્વેલાસરને ખરતર ગચ્છના કમલસંયમ