Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 73
________________ ત્યારથી ગુજરાત, કાર્ડિઆવાડ, માળવા વગેરે દેશમાં જૈન શ્વેતાંબરાના ‘મહાઉદય’ થયે. ‘શત્રુ ંજય મહિર ઉપર કુમારપાળ મહારાજાની ટુંક બતાવવામાં આવે છે. પણ ત્યાં કોઈ પુરાવા મળી આવતા નથી. સ. ૧૨૧૧માં કલિકાલ સવજ્ઞ શ્રી હેમચંદ્રાચાય જી મહારાજના હાથે શત્રુંજય મહાગિરિ ઉપર મહામાત્ય બાહુડે કુમારપાલના રાજ્ય અમલમાં લાકડાને બદલે પત્થરનુ મદિર બંધાવ્યું. અને આદીશ્વરનાં જીનપ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. આ ઇતિહાસની દૃષ્ટિએ ‘શત્રુંજય મહાતીર્થના ખીજો ઉદ્ધાર છે. સ. ૧૧૬૨થીસ. ૧૨૨૯ સુધી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના સમય ગણાય છે, તે કાર્ડિઆવાડમાં આવેલા ધંધુકા ગામના વતની હતા. કલિકાલ સર્વજ્ઞ હેમચદ્રાચાર્યજી મહારાજે સાડાત્રણ કરોડ શ્લેાકેા રચ્યા હતા. એમાં સિદ્ધરાજના રાજ્ય અમલમાં ‘રચેલુ” સિદ્ધ ‘હેમ’ વ્યાકરણ ઘણું જ પ્રસિદ્ધ છે. ઉપરાંત એમણે ‘અભિધાન ચિંતામણિ નામમાલા”, “હેમ અને કા સંગ્રહ', ‘દેશી નામમાલા’, ‘નિઘ શેષ', નામના ચાર કોષ રચ્યા છે. ચાર અનુશાસન’ રચેલા છે. ‘શબ્દાનુશાસન’, ‘લિંગાનુશાસન’, ‘કાવ્યાનુશાસન’ અને ‘છંદાનુશાસન’ રચેલા છે. ન્યાયશાસ્ત્રમાં પ્રમાણ મીમાંસા” નામના મહત્ત્વના ગ્રંથ રચ્યા છે. ઉપરાંત ન્યાયગભિત ‘અન્યયેાગવ્યવચ્છેદ', અને ‘અયેાગવ્યવસ્થે’ નામક એ મત્રીશીએ રચી છે. ઉપરાંત ચૈાગશાસ્ત્ર’, ‘ત્રિષષ્ઠિશલાકા પુરૂષ ચરિત્ર', ‘અડુનિતિ', ‘યાશ્રય' વગેરે

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90