________________
રચેલ છે. આ અરસામાં શ્રી અભયદેવસૂરિએ · ‘નવાંગી’ ટીકાએ રચી. વાયડા ગચ્છના પ્રખ્યાત જિનદત્તસૂરિ સ. ૧૨૬૫માં થયા. એમણે અનેકને જૈનધર્મી બનાવ્યા.
સ. ૧૨૭૫થી ૧૩૦૩ સુધી જૈન મહામંત્રીશ્વરા વસ્તુપાલ અને તેજપાલ થયા. એમણે આબુ ઉપર આરસમય જીનભુવન મનાવ્યું. ત્યારથી પ્રાગ્ગાટ લઘુશાખા થઇ. અને પારવાડ જ્ઞાતિમાં ક્રુશા' અને ‘વીશા' એવા ભેદ પડયા. વસ્તુપાલ મહાકવિ હતા. એણે ‘નરનારાયણાનદ’ રચેલ છે.
સ. ૧૨૮૫માં શ્રી જગચ્ચદસૂરિએ ઉગ્ર તપ કર્યું; એથી મેવાડના રાજાએ ‘તપા બિરૂદ આપ્યુ. ત્યારથી ‘તપાગચ્છ’–કે ‘તપગચ્છ' શરૂ થયા. તપગચ્છ શરૂ થયા પછી થોડાં વરસામાંજ જગચ્ચદ્રસૂરિના શિષ્યો દેવેદ્રસૂરિ અને વિજયચંદ્રસૂરિ વચ્ચે મેાટા મતભેદ ઉભા થયા. એમાં સાધ્વીને લાવેલા આહાર સાધુને કલ્પ કે ન ક૨ે એ પણ મતભેદ હતા. ત્યારથી બે વિભાગ પડડ્યા. દેવેદ્રસૂરિની ‘લઘુપેાષાળ’ અને વિજયચંદ્રની ‘બડી પાષાળ કહેવાઈ. સ. ૧૩૧રથી ૧૩૧૫ સુધીમાં મોટા દુષ્કાળ પડયા ત્યારે કચ્છ ભદ્રેશ્વરના શ્રીમાળી જૈન વણિક પ્રખ્યાત જગડુશાહે હિંદના મોટા ભાગને અનાજ પૂરૂ પાડીને લોકોને બચાવી લીધાં. આ અરસામાં જ માંડવગઢમાં પ્રખ્યાત પેથડકુમાર થયા.
સ. ૧૩૬૯માં મુસલમાનેાએ ‘આખુ પહાડ’ ઉપર આવેલાં દહેરાં અને જીનપ્રતિમાજીના ભંગ કર્યો, અને મેટી લુંટ કરી. તેમજ ‘શત્રુંજ્ય મહાતી’ ઉપર આદીશ્વર