________________
ગુણે સમગ્ર જીનશાસનમાં આજે તે અજોડ છે. આ પૂજ્ય પરમેશ્વરનાં પ્રથમ દર્શન મેં સં. ૧૯૯૬ના વૈશાખ મહિનામાં શ્રી ડુંગરગઢમાં કર્યા હતાં. બીજી વાર દર્શન એજ સાલના ભાદરવા મહિનામાં લાડનુમાં કર્યાં હતાં અને ત્રીજી વાર દર્શન સં. ૧૯૯૭ના મહા મહિનામાં શ્રી સુજાનગઢ તથા લાડનુમાં કર્યા હતાં. મેં પ્રથમ વાર ઘણાં પ્રશ્નો પૂછ્યા હતા અને એ સંપ્રદાયની રહેણી કરણની તપાસ કરી હતી. ત્યારથી મને પાકી શ્રધ્ધા ઉપજી છે કે આ સંપ્રદાયના આ આચાર્યજી આ કાળે આ દેશે તે અજોડ અને અદ્વિતીય છે. આ સંપ્રદાયના સાધુએ શુધ્ધ છે અને એમની પ્રરૂપણા પણ શુધ્ધ છે. આ સંપ્રદાયના મહાસતીયાજી શ્રી ઝમકુંજી મહારાજ વગેરે મહાસતીઓ ચંદનબાલા સમા પરમ પવિત્ર છે. બીજા સાધુઓ વયેવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ શ્રી મગનલાલજી સ્વામી વગેરેનાં પવિત્ર દર્શનની અસર પણ મારા આત્મા ઉપર બહુ ભારે થઈ છે. મેં આ સંપ્રદાયની દિક્ષા રિતિ, ભાદરવા સુદ તેરશને મહોત્સવ અને મહાસુદિ સાતમને મર્યાદા મહોત્સવ તથા પષ્મીના ખમત ખામણાનાં પવિત્ર દર્શન કર્યા છે. એ સઘળાંની મારા આત્મા ઉપર અસર થઈ છે. સૌથી વિશેષ અસર તે વીતરાગ સમા જૈનાચાર્ય પૂજ્યજી મહારાજ શ્રી તુલસીરામજી સ્વામીની પવિત્રતાની થઈ છે. - આ આચાર્યના સમયમાં ગુજરાત અને કાઠિવાડમાં શુદ્ધ જૈનધર્મને પ્રચાર કરવા માટે વિદ્વાન સાધુઓને આજ્ઞા આપી. એથી મહાપુરૂષ શ્રી ચંપાલાલજી સ્વામી