________________
દિક્ષા સંસ્કાર પાંચમા આચાર્ય શ્રી મઘરાજજી સ્વામીના હાથથી થયે હતે.. સં. ૧૯૬૬ના ભાદરવા સુદ ૧૫ ના રોજે એમને આચાર્ય પદ મળ્યું હતું. આ આચાર્ય ભગવાનના સમયમાં ધર્મને પ્રચાર ઘણે જ વેગવાન બન્ય. એમના શાસન કાળમાં ૧૫૫ સાધુ રપપ સાધ્વીઓએ દિક્ષા અંગીકાર કરી હતી. શ્રાવક અને શ્રાવિકાઓની સંખ્યામાં પણ ઘણો વધારો થશે. એમનો સ્વર્ગવાસ ગંગાપુરમાં સં. ૧૯૯૯માં પ્રથમ ભાદરવા સુદિ છઠ સાઠ વરસની ઉમરે થયું હતું, આ આચાર્યના સમયમાં થલી, ટુઢાડ, મારવાડ, મેવાડ, માલવા, પંજાબ, હરિયાના, મુંબઈ, ગુજરાત, દક્ષિણ, વગેરે દૂર દૂર પ્રાંતમાં ચોમાસાં થવા લાગ્યાં એમનું શાસ્ત્ર અધ્યયન બહુ ભારે હતું. સંસ્કૃતના તે એ મહાપંડિત હતા. સાધુ સાધ્વીઓમાં સંસ્કૃત ભણવાને પ્રચાર વિશેષ એમણે કરાવ્યું. એમની મુખમુદ્રા, ઝલકતું તેજ અને વ્યક્તિત્વની અસાધારણતાની અસર ચમત્કારી રીતે થતી હતી. યુપીઅન વિદ્વાનોએ પણ એમની મુલાકાત લીધી હતી અને ભારે સંતોષ પામ્યા હતા.
એમના સમયમાં ઘણું મહત્ત્વનાં પવિત્ર કાર્યો થયાં. આમાં સંસ્કૃત વ્યાકરણ ભિક્ષુ શબ્દાનુશાસન અને “કાલુ કૌમુદીને પણ સમાવેશ થાય છે. પૂર્વે રચાયેલાં અનેક વ્યાકરણમાં જે ત્રુટીઓ હતી તે આ વ્યાકરણમાં દુર કરવામાં આવી છે. સંસ્કૃત ભાષામાં રસ લેનારા વર્ગ માટે આ બંને સંસ્કૃત વ્યાકરણ ગ્રંથ મેટા આશિર્વાદરૂપ છે. બીજાં સંસ્કૃત વ્યાકરણ શિખવામાં જે કઠિનતા