________________
નાની ઉમરે થઈ હતી. એમના પિતાનું નામ હુકમચંદજી ખારડ અને માતાનું નામ છેટાજી હતું. એ જાતે ખારડ શ્રીમાલી વાણિઓ હતા. એમના શાસનકાળમાં ૧૬ સાધુ અને ૨૪ સાધ્વીઓએ દિક્ષા અંગીકાર કરી હતી. એમને સ્વર્ગવાસ બેતાલીશ વર્ષની ઉમરે સં. ૧૯૫૪ના કાતિક વદિ ત્રીજના રોજ સુજાનગઢમાં થયે હતા. પૂજ્યજી શ્રી ડાલચંદસ્વામી.
આ સાતમા આચાર્ય શ્રી ડાલચંદજી સ્વામીનો જન્મ માલવાના ઉજજૈન શહેરમાં સં. ૧૯૦હ્ના અષાડ સુદિ ચોથને રોજ થયે હતે. એમણે બાળપણમાંથી દિક્ષા અંગીકાર કરી હતી. એમના પિતાનું નામ કનીરામજી પીંપાડા અને માતાનું નામ જડાવાંજી હતું. એમને સ્વર્ગવાસ પ૭ વર્ષની ઉમરે લાડનુમાં સં. ૧૯૯૬ના ભાદરવા મહિનામાં થયો હતે. એમના શાસનકાળમાં ૩૬ સાધુ અને ૧૨૫ સાદવીઓએ દિક્ષા અંગીકાર કરી હતી. પૂજયજી કાલુરામજીસ્વામી.
આ સંપ્રદાયના આઠમા આચાર્ય શ્રી કાલરામજી સ્વામીને જન્મ સં. ૧૯૩ના ફાગણ સુદિ બીજના રેજ બિકાનેર સ્ટેટમાં આવેલા છાપર ગામમાં થયું હતું. એમના પિતાનું નામ મુલચંદજી કે ઠારી અને માતાનું નામ ગાજી હતું. એમની દિક્ષા સં, ૧૯૪૪ના આ સુદિ ત્રીજના જ માતાજી છોગાજીની સાથેજ બિદાસરમાં થઈ હતી.