________________
જણાતી હતી તે આમાં સરલતા કરવાથી સંસ્કૃતિની વિદ્યાથી આલમને હદ ઉપરાંતની મગજમારીમાંથી બચી જવું પડે છે. આ રીતે સંસ્કૃત સાહિત્યનું આ મહા નવસર્જન આ આચાર્યના સમયમાં થયું. આજે આ સંપ્રદાયમાં સાધુ અને સાધ્વીઓને મેટે વર્ગ આ વ્યાકરણની પ્રેરણું મેળવીને સંસ્કૃતના પારંગત બને છે. પજ્યજી શ્રી તુલસીરામજીસ્વામી.
આ સંપ્રદાયની નવમી પાટે વર્તમાનકાલે વીતરાગ સમા જૈનાચાર્યજી શ્રી તુલસીરામજી સ્વામી બિરાજે છે. એમને જન્મ સં. ૧૯૭૧ના કાર્તિક સુદિ બીજનાં રોજ લાડનું શહેરમાં ખટેડ વિશા ઓસવાલ જ્ઞાતિમાં થયે છે. એમના પિતાનું નામ સુમરમલજી હતું અને માતુશ્રીનું નામ બદનાજી છે. એમણે દિક્ષા સં. ૧૯૮૨ના પિષ વદિ પાંચમે લાડનુમાં અંગીકાર કરી હતી. આ આચાર્યજીના મોટાભાઈ શ્રી ચંપાલાલજીએ, બહેન શ્રી લાંદાજી અને માતુશ્રી બદનાજીએ પણ આ સંપ્રદાયમાં ભાગવતી દિક્ષા અંગીકાર કરેલ છે. બીજાં પણ અનેક ભાગ્યશાળી ભાઈઓ અને બહેનોએ ભાગવતી દિક્ષા અંગીકાર કરી છે. એમને આચાર્ય પદવી સં. ૧૯૯૩ના ભાદરવા સુદી નેમે ગંગાપુર ગામમાં મળી. આ સંપ્રદાયમાં આજે એમની આજ્ઞામાં સાધુ સાધ્વી મળીને સાડા પાંચસે ઉપરાંત વિચરે છે. એમનું બ્રહ્મતેજ, એમની શાંતિ એમની ધિરજ એમની વીતરાગતા, એમની વિદ્વતા, એમની સમજાવવાની શક્તિ, એમની વ્યાખ્યાનકળા, એમની અપ્રમત્તતા વગેરે મહા