________________
૫૮
આત્માની શોધ કરવારૂપ શુદ્ધ ચારિત્રધર્મનું યથા પિરપાલન કરવા માટે વિશેષ પ્રયત્ન કરવા એજ શ્રેયસ્કર છે. ઘર છોડીને આ ડિન માર્ગમાં સાધુ અને સાવીએ પ્રત્રજિત થાય એ પણ મુશ્કેલ છે. એવા વિચાર કરીને સ્વામીજીએ એકાંતર વ્રત શરૂ કર્યું. સખ્ત તડકામાં સૂર્યની આતાપના લેવી શરૂ કરી. બીજા સાધુએ પણ એજ પ્રમાણે ઉગ્ર તપને પંથે ચાલ્યા. એમના સમયમાં સ્વામી થિરપાલજી અને સ્વામી તેચદજી નામના બે સાધુએ તપસ્વી અને સરલ–ભદ્રિક પરિણામી હતા. એમણે સ્વામી ભીખમજીને સમજાવ્યું કે તપસ્યાદ્વારા શરીરના અંત કરવા નહિ; કારણ કે આપના હાથથી બહુ જીવાનું પરમ કલ્યાણુ થવાના સંભવ છે. આ વૃદ્ધ પુરૂષાની વાત ઉપર સ્વામીજીએ સંપુર્ણ વિચાર કર્યો. અને ત્યારથી શુદ્ધ જૈન ધર્મના પવિત્ર સિદ્ધાંતને લોકોમાં પ્રચાર કરવાનું કામ શ્રરૂ કર્યું. એમણે પ્રવિત્ર સિદ્ધાંતાને ઢાલાના રૂપમાં ગુંથ્યા. દયા અને દાન ઉપર સુંદર ઢાલ રચી. વ્રત અને અત્રતના નિર્ણય કર્યો. બ્રહ્મચર્ય નુ મહત્વ સમજાવ્યું. સાધુએના આચારનું પ્રતિપાદન કરનારી ઢાલે રચીને શિથિલાચાર ઉપર ભારે ફટકા માર્યાં. નવતત્ત્વનું રહસ્ય સમજાવ્યું. એ રીતે સર્વ સાહિત્ય ઢાલાના રૂપમાં પદ્યાકારે ગુંથીને એ દ્વારા લોકોને સમજાવવાનું' કામ આગળ ધપાવ્યું. એથી બહુવિધ લોકોએ સ્વામીજી પાસેથી શુદ્ધ જૈન ધર્મની પાકી ઓળખાણ મેળવી. ઘણા ભાઈઓ અને બહેનાએ જુના જમાનાથી