________________
જોધપુરની બજારમાં એક ખાલી દુકાનમાં શ્રાવકેએ સામાયક તથા પૌષધાદિ કર્યા. એ સમયે જોધપુરના દિવાન ફતેહચંદજી સીધી ત્યાંથી નીકળ્યા. અને પુછયું કે આ લેકે અહીંયા સામાયક વગેરે શા માટે કરે છે? એને જવાબમાં શ્રાવકોએ સર્વ હકીકત કહી સંભળાવી. ફતેહચંદજી દીવાનના પુછવાથી એ પણ કહ્યું કે સ્વામી ભીખમજીને મતાનુયાયી તેર સાધુઓ છે અને તેર શ્રાવક છે. તે વખતે ત્યાં હાજર રહેલ એક સેવક કવિએ કવિતા બનાવીને આ સમુદાયનું નામ “તેરાપંથ– તેરાપંથી જાહેર કર્યું.
“આત્મ સ્વરૂપ આરાધશે, એજ ખરા નિગ્રંથ, નિગ્રંથ ભિખુ સ્વામીને, આ તે તેરાપંથ” .
આ રીતે સેવક કવિની જેડથી જોધપુરમાંથી આકસ્મિક રીતે જ “તેરાપંથની પ્રસિદ્ધિ થઈ, સ્વામી ભીખમજીની બુદ્ધિ આશ્ચર્યકારક હતી. કવિના મુખથી
અકસ્માત “તેરાપંથ' શબ્દ સાંભળીને એ શબ્દને બહુજ "સુંદર અર્થ ધરા. સ્વામીજીએ ફરમાવ્યું કે જે પંથમાં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું યથાર્થ પાલન થાય છે એજ “તેરાપંથ' છે. હે પ્રભુ યેહ પંથ તેરા હૈ, હે પ્રભુ આ પંથ તારો છે, હે પ્રભુ જે પંથે હું ચાલી રહ્યો છું તે તેર બેલરૂપ પંથ તારે છે. એજ “તેરાપંથ' છે. આ સંવત ૧૮૧૭ અષાઢ સુદ ૧૫ને રેજ સ્વામી