________________
૫૪.
થાય અને પરના આત્માને સમ્યકત્વની સંપ્રાપ્તિ થાય.
માસું તે રાજનગરમાંજ સંપૂર્ણ થયું. ચોમાસા પછી સ્વામી ભિખમજીએ રાજનગરથી વિહાર કર્યો. અને પૂજ્ય રૂગનાથજી સ્વામી પાસે ગયા. ત્યાં સ્પષ્ટ શબ્દોમાં પૂજ્યજીને શુણાવી દીધું કે અમે આત્માને તારવા માટે ઘરબારને પરિત્યાગ કર્યો છે. પૂજા પ્રતિષ્ઠા તો અનંતી. વાર મળી છે પણ સાચો માર્ગ મળ દુર્લભ છે; માટે આપ સાચું સાધુપણું ધારણ કરે. જે આપના હાલના શિથિલાચારમાં ફેરફાર નહિ કરે તો હું આપને પૂજ્યજી તરીકે સ્વીકારી શકીશ નહિ. આ વાતની અસર પૂજ્ય રૂગનાથજી સ્વામી ઉપર થઈ નહિ. પૂજ્યજી રૂગનાથજી સ્વામી એ તે હાલમાં પંચમ આરે છે. પાંચમા આરામાં ચેથા આરાના જેવી સાધુતા મળી શકે નહિ વગેરે જવાબ આપ્યા. એથી સ્વામી ભિખમજીને સંતોષ થયે નહિ. કારણ કે જે પુરૂષાર્થહીન અને સાધુપણું પાળવામાં અસમર્થ હોય છે તેવા સમયને દેષ બતાવીને શિથિલાચારને છેડી શકતા નથી.
પૂજ્યજી રૂગનાથજીસ્વામી પંચમઆરને આગળ ધરીને અનેક આડાઅવળા પિતાના બચાવ પુરતા ખુલાસા કર્યા, એથી સ્વામી ભીખમજીના મનનું લેશ પણ સમાધાન થયું નહિ. અંત સ્વામી ભીખમજી સ્વયંસેવ પૂજ્યજીથી અલગ થઈ ગયા અને શુદ્ધ સંયમ માર્ગ ઉપર ચાલવાનો દઢ નિશ્ચય કર્યો. સ્વામી ભીખમજીએ “બગડી શહેરમાં