________________
અનાવેલા સ્થાનક અને ઉપાશ્રયામાં રહે છે, ઉદ્દેશક આહાર વહારે છે. ભિક્ષાને લગતા નિયમાનું પાલન કરતા નથી. પુસ્તકાના મેટો જથ્થો સગ્રહે છે અને મહિનાઓ કે વરસ સુધી એનું પડિલેહન થતું નથી. વગર આજ્ઞાએ ગમે તેવાને મુડી નાંખે છે. વસ્ત્ર, પાત્ર વગેરે અધિક ઉપકરણા રાખે છે. એમનામાં સાચુ આત્મદર્શન નથી કે શુદ્ધ સાધુતા નથી. આ સઘળું સ્વામી ભીખમજી મરાબર સમજી ગયા. એમના પૂજ્ય શ્રી રૂગનાથજીસ્વામી ઉપર ઘણા સ્નેહ હતા. તેથી એમના શિથિલાચારની વાતે પ્રથમતા સ્વામી ભીખમજીએ પ્રકાશી નહિ. છતાં નાના પ્રકારની શકાઓ ઉત્પન્ન કરીને તેને લગતા પ્રશ્નો પૂછ્યા કરતા હતા. એવા સમયમાં મેવાડના રાજનગર શહેરમાં એક અગત્યના બનાવ બન્યા. રાજનગરમાં કેટલાક શ્રાવક સૂત્રના જાણકાર હતા. એમણે સૂત્રેામાંથી સાર કાઢયા કે હાલમાં પૂજ્યજી રૂગનાથજીસ્વામી વગેરે પેાતાને જૈન સાધુ તરીકે ઓળખાવે છે પણ એમનામાં સૂત્રમાં બતાવેલાં સાધુએના લક્ષણ નથી. એથી એ શહેરના શ્રાવક વગે આવા શિથિલાચારી સાધુ વને વંદના કરવાનુ બંધ કર્યું. આ વાતની જાણુ પૂજયજી રૂગનાથજી સ્વામીને થઈ. એથી આ શ્રાવકેને સમજાવવા માટે સર્વ પ્રકારે યોગ્ય સમજીને સ્વામી ભીખણુજીને મેકલ્યા. સ્વામીજીએ રાજનગરમાં ચામાસુ કર્યું. ત્યાં અનેક યુકિત પ્રયુકિત વડે શ્રાવકોને સમજાવ્યા અને ફ્રીથી વદના કરવી શરૂ કરાવી. શ્રાવક વગે વદના કરવાનુ તે સ્વીકાર્યું” પણ એમના હૃદયમાંથી શકા