________________
ભીખમજીનાં લગ્ન થયાં હતાં તેથી બંને માણસે પ્રથમ તે બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી હતી. પણ એમની સ્ત્રીને દેહાવસાન થયા પછી પૂર્ણ યૌવનાવસ્થામાં ભાગવતી દિક્ષા અંગીકાર કરવાને નિણર્ય કર્યો. આ સમયે ભીખમજીના પિતાને સ્વર્ગવાસ થઈ ગયું હતું. તેથી દિક્ષા અંગીકાર કરવાની અગાઉ માતાની રજા માંગી. પણ ભીખમજી ગર્ભમાં આવેલા ત્યારે એમની માતાએ સ્વપ્નમાં સિંહને જ હતુંત્યારથી એમને એવી ધારણું બંધાઈ હતી કે મારે પુત્ર જરૂર કોઈ પ્રતિષ્ઠિત મહાપુરૂષ થશે. જ્યારે ભીખમજીએ માતા પાસે દિક્ષા અંગીકાર કરવાની પરવાનગી માંગી ત્યારે સ્વપ્નની હકીકત જાહેર કરીને પરવાનગી આપી નહિ. આ વાતની પૂજ્ય શ્રી રૂગનાથજીસ્વામીને ખબર પડી, ત્યારે ખુદ પૂજ્યજીએ દીપાંબાઈને સ્પષ્ટ કહી દીધું કે તમને આવેલું સ્વપ્ન સાચું થશે અને તમારે પુત્ર ગૃહત્યાગી મુનિ થશે, તે પણ સિંહની પેઠે મહાવિજયી નિવડશે. છેવટે દિપાંબાઈએ પોતાના પુત્રરત્ન ભીખમજીને ભાગવતી દિક્ષા અંગીકાર કરવાની રજા આપી. એથી સં. ૧૮૦૮ની સાલમાં પૂજ્યજી રૂગનાથજીસ્વામી પાસે સ્વામી ભીખમજી દિક્ષિત થયા; અને પૂજ્યજીની પાસે આઠ વરસ સુધી એકાગ્રચિત્ત સૂત્ર સિદ્ધાંતનું ભારે મનન કર્યું, એથી એમના દિલમાં સ્પષ્ટ સમજાયું કે હમણુ જે જૈન સાધુઓ છે તેઓ શુદ્ધ સાધુપણું પાળતા નથી તેમજ શુદ્ધ પ્રરૂપણ પણ કરતા નથી. સ્વામી ભીખમજીએ જોયું કે હાલમાં સાધુએ પિતાને માટે