________________
yo
જૈન શ્વેતાંબર તેરાપંથ, પૂજ્ય શ્રી ભીખમજી સ્વામી
જૈન વેતાંબર તેરાપંથના પ્રવર્તક પ્રાતઃસ્મરણીય શ્રી ભીખમજી સ્વામીને જન્મ અષાઢ સુદિ ૧૩ સં. ૧૭૮૩ ઈ. સ. ૧૭૨૬નાં રોજ મારવાડના કંટાલિયા ગામમાં થયે હતા. એમના પિતાનું નામ બલૂજી સુખલેચા અને માતાનું નામ દિપાંબાઈ હતું. શાહ બલૂછ એસવાલ જાતિના હતા. બંને પુણ્યવાન હતાં. એમને ત્યાં સ્વામી ભીખનજીને જન્મ થયે હતે. સ્વામી ભીખમજીને બાળપણ થી જ ધર્મમાં રૂચિ વિશેષ હતી. એમના માતા પિતા ગચ્છવાસી સંપ્રદાયના અનુયાયી હતા. શરૂઆતમાં ભીખમજી ગચ્છવાસી સાધુઓ પાસે જતા આવતા થયા હતા. ત્યાં એમને ગમ્યું નહિ, તેથી “પતિયાબંધ સાધુઓની પાસે જવા લાગ્યા. ત્યાં પણ એમને સાધુતાનાં લક્ષણ જોયાં નહિ. તેથી એમને ત્યાગ કરીને લેકાગચ્છમાંથી નીકળેલી એક સંપ્રદાય શાખાના આચાર્ય શ્રી રૂગનાથજી સ્વામી પાસે જવા લાગ્યા. ત્યાં એમને સંપૂર્ણ સંતોષ થયે નહિ, છતાં ઠીક જણાયું. આ સંપ્રદાય શાખા તે શ્રી ધર્મદાસજી સ્વામીની સંપ્રદાયમાંની એક શાખા સમજવી. એના આગેવાન પૂજ્ય શ્રી રૂગનાથજી સ્વામી હતા. એમની પાસે ભીખમજીએ પ્રથમ દિક્ષા લીધી. ભીખમજીમાં વરસેથી દિક્ષા લેવાની ભાવના પ્રગટી હતી. વૈરાગ્ય ભાવના ઉત્કૃષ્ટ હતી. ગ્રાહકશક્તિ અને ધારણાશકિત અસાધારણ હતી. પૃથક્કરણ શક્તિ અપાર હતી.