________________
૪૮
પણ અસર થયેલી જોવામાં આવે છે. જીન પ્રતિમાજીને લગતી હકીકત ‘વિવાહ ચૂલિચા’ સૂત્રમાં વાંચવામાં આવે છે. તેથી પ્રતિમા પૂજન ઘણા પ્રાચીન કાળથી ચાલુ આવતુ હાય એવા સંભવ છે. શ્રી ગૌતમ સ્વામી આ સૂત્રમાં પ્રશ્ન પૂછે છે કે “જિષ્ણુ ડિમાણ ભંતે અચ્ચમાણે પૂમાણે વક્રમાણે નમ સાઇમાણે કિ સુયધમ્મ ચરિત્તધમ્મ ચલલ્લઈ અહવા જ્જિશ કજઇ તવ સજા કજ્જઈ ? જીન પ્રતિમાજીનું અર્ચન કરવાથી પૂજન કરવાથી, વંદન કરવાથી, નમસ્કાર કરવાથી શું શ્રુત ધર્મની પ્રાપ્તિ થાય ? ચારિત્ર ધર્મની પ્રાપ્તિ થાય ? અથવા નિર્જરા થાય કે તપ અને સયમના લાભ થાય ? આ પ્રશ્નોના જવામમાં ભગવાન મહાવીર સ્વામી ક્રમાવે છે કે “ગાયમા ણા ઋણ કે સમડે” હે ગૌતમ એવા અર્થ બરાબર નથી. એટલે કે જીન પ્રતિમાજીના પૂજનથી શ્રુતધર્મ, ચારિત્રધર્મ, નિર્જરા; તપ અને સંયમના લાભ થાય નહિ. આ સૂત્રમાં ગૈતમ સ્વામી પૂછે છે કે “જિણુ ડિમાણું ભંતે નમસઈ માણા અચિરમાએ ચિરમ ભવઈ ? અનંત સસારિઓ પરત સંસારિ ભવ મિચ્છત ભાવા સમ્મત્ત ભાવ ડિવજ્જઈ ? હે ભગવાન! જિન પ્રતિમાજી વગેરેને નમસ્કાર કરવાથી અચરમમાંથી ચરમ થાય ? અનત સંસારી હેાય તે પરિત્ત સંસારી થાય કે સ`સાર એછે કરે ? મિથ્યાત્વી હાય તે સમ્યકત્વને પામે ? જવામમાં મહાવીર પભુ ક્રમાવે છે કે “ગેયમા ણા ઇણુઠે સમડે” હે ગૌતમ એ પ્રમાણે અને નહિ. આ સ ંવાદને અંતે ભગવાન ફરમાવ છે કે