________________
ચાલતે આવેલે વંશપરંપરાને ધર્મ અને કુલપરંપરાના સાધુઓને સાથ છોડી દીધું અને આ ભગવાન મહાવીરના પ્રરૂપેલા પવિત્ર પ્રકાશને આત્મામાં પ્રવેશાર્થે.
સ્વામી ભીખમજીએ મારવાડ, મેવાડ, ઢુંઢાડ, વગેરે સ્થળે શુદ્ર જૈન ધર્મને પ્રચાર કર્યો. એમના જીવન કાળમાં ૪૮ સાધુ અને ૫૬ સાધ્વીજીઓએ દીક્ષા અંગીકાર કરી હતી. આમાંથી ર૦ સાધુ અને ૧૭ સાધ્વીઓ સાધુ માર્ગની કઠિનતા સહન નહિ થવાથી ગણુ બહાર નીકળી ગયાં. શ્રાવક અને શ્રાવિકાની સંખ્યા સારા પ્રમાણમાં હતી. સ્વામીજીનું નિર્વાણ ભાદરવા સુદિ ૧૩ સંવત ૧૮૬૦નાં રોજ થયું. અંત સમય સુધી ધર્મ જાગરણ સંપૂર્ણ હતું. અંતિમ સંદેશા રૂપ એમણે ગણ સમુદાયના હિતને માટે જે ઉપદેશ આપે છે તે સુવર્ણાક્ષરે લખી રાખવા ગ્ય છે.
આ રીતે સ્વામીજીનાં ત્રણ કલ્યાણક થયાં. એમનું જન્મ કલ્યાણક સં. ૧૭૮૩ના અષાડ સુદિ ૧૩ અને દિક્ષા કલ્યાણક સં. ૧૮૧૭ના અષાડ સુદિ ૧૫ તથા નિર્વાણ કલ્યાણક સં. ૧૮૫ત્ના ભાદરવા સુદિ ૧૩.
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ પ્રકાશેલા નિર્ચથી સંપ્રદાયમાં વીર નિર્વાણ પછી ૨૯૧ વરસે સ્વામી સુહસ્તિસૂરિના સમયમાં શિથિલાચારે પ્રવેશ કર્યો. એના વધતા પરિણામે “ચૈત્યવાસી દાખલ થયે પછી આચાર્યોએ. પિતાને ગ્ય લાગ્યું તેવા ગચ્છો કાઢયા. જુદી જુદી સમાચારીસ્થાપી. બૌદ્ધધર્મ, બ્રાહ્મણધર્મ, ગે શાલકધર્મ