Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 48
________________ તે કારણે આ સાધુઓ પિતાને “સ્થાનકવાસી જૈન સાધુ તરીકે ઓળખાવતા થઈ ગયા છે. બૌદ્ધોના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન બુદ્ધના વિરોધી તરીકે છે ધર્મોચાર્યોના છ મતપંથ ચાલુ હતા. આમાં પૂરણકાશ્યપને પંથ, મંખલી ગેશલને આજીવિક પંથ, સંજયી વૈરટ્ટીપુત્રને પંથ, અજીત કેશકમ્બલને પંથ, કકુદકાત્યાનને પંથ અને નિગ્રંથનાથ પુત્રને પંથ, આ છ પંથે અને ખુદ ભગવાન બુદ્ધના શાસન સામે સારાયે ભારત વર્ષમાં જુદે જુદે કાળે જુદા જુદા દેશમાં સખ્ત વિરોધ ઊભે થયે હતો એને પરિણામે માત્ર નિર્ચ થનાથ પુત્રને પંથક અવશેષ રૂ૫ રહ્યો અને બીજા બૌદ્ધો, આજીવિકે, વગેરે લેકભય અને રાજ્યભયથી નિગ્રંથનાથપુત્રના નિઝર્થ સંપ્રદાયમાં આવી એકઠાં થયા. ત્યારથી એ સંપ્રદાયવાળાઓની પુરાણી અસરો અને સંસ્કાર નિગ્રંથસંપ્રદાયમાં મિશ્ર થયા, એવીજ અસર જીનપ્રતિમાજી ઉપર પણ થઈ. પુરાણકાળનાં જીનપ્રતિમાજીને કચ્છ હતું નહિ પણ પાછળથી દાખલ થયે. પુરાણ કાળનાં પ્રતિમાજી દિગંબર જોવામાં આવે છે અને તેમને બહુ જ નાનું લિંગ પણ હતું. જેમ બૌદ્ધ ધર્મમાં પાછળથી ભગવાન બુદ્ધની પ્રતિમા દાખલ થઈ તેમજ ગોશાલકજીના આજીવિકા મતમાં પણ તેવીજ પ્રતિમા દાખલ થઈ હોય તે ના કહી શકાય નહિ. એવી રીતે પૂરણ કાશ્યપ વગેરેનું જાણવું. એથી જેમ નિગ્રંથના આચારો અને વિચારો ઉપર આ સંપ્રદાની અસર થએલી દેખાય છે તેમજ પ્રતિમાજી ઉપર

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90