Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 46
________________ ગજસેન, જયરાજ, મિશ્રસેન, વિજયસિંહ, શિવરાજજી, લાલજીરૂષિ અને એકસઠમી પાટે જ્ઞાનજીરૂષિ થયા. પટ્ટાવલિમાં લખ્યું છે કે જ્ઞાનજી રૂષિના સમયમાં ફેંકાશાહ પ્રગટ થયા. સં. ૧૫૩૧માં લેકાગચ્છની સ્થાપના થઈ. આટલું જણાવીને પટ્ટાવલિમાં બાસઠમી પાટથી નામાવલિ શરૂ થાય છે કે ભાણજી રૂષિ, રૂપજી રૂષિ, જીવરાજજી રૂષિ, તેજરાજજી, કુંવરજી, હર્ષજી, ગેઘાજી, પરશુરામજી લેક પાલજી, મહારાજજી, દોલતરામજી, લાલચંદજી, અને ચમેતેરમી પાટે પૂજ્ય ગેવિંદરામજી સ્વામી અને પૂજ્ય હુકમીચંદજી સ્વામી થયા. પૂજ્ય હકમીચંદજી સ્વામીની પાટે શિવલાલજી, ઉદયચંદજી, એથમલજી, શ્રી લાલજી અને અમને એંશીમા પૂજ્યજી જવાહિરલાલજી સ્વામી હાલ હૈયાત છે. આ પટાવલિમાં આપેલાં નામે પૈકી ઘણું નામ એવાં છે કે ઐતિહાસિક દષ્ટિએ એમનું વ્યક્તિત્વ સાબિત થઈ શકતું નથી. આ જોતાં પીળા કપડાવાલા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના જુદા જુદા ગની પટ્ટાવલિએ ઘણુંજ પાયાદાર અને વિશ્વાસનીય છે. પીળા કપડાવાલા સાધુઓના હરકેઈ ગછની. પટ્ટાવલિમાં આવેલા નામના આચાર્યોએ તેઓ મોટે ભાગે વિદ્વાન હોવાથી સંસ્કૃત કે પ્રાકૃતમાં ગ્રંથ રચ્યા હોય છે અગર તે જીન પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરાવી હોય છે કે દેવાલને જીર્ણોદ્ધાર કરાવ્યું હોય છે. આવા સંગેમાંથી કેઈપણ સ્થળેથી કોઈને કેઈ આચાર્યનું સાલ સંવત અને ગુરૂ પરંપરા અને ગચ્છ

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90