________________
પ
પૂજ્ય રૂગનાથજીસ્વામીના સંગ છેડયા; અને ત્યાંથી વિહાર કર્યા. તે વખતે સ્વામી ભારીમલજી વગેરે કેટલાક સા એમની સાથે ચાલ્યા. આ સમયે પૂજ્યજી રૂગનાથજી સ્વામીની એ પ્રદેશમાં મેાટી લાગવગ હતી. ત્યાં શ્રદ્ધાળુ ભકતાની સંખ્યા પણ મેાટી હતી. પૂજ્યજીએ પણ પેાતાની તરફથી વિરૂદ્ધતાના દેર છુટા મૂકયા. અગડીમાં સ્વામી ભીખમજીને કોઈએ ઉતરવાને સ્થાન આપવું નહિ, એવા ઢઢરા પિટાબ્યા. સ્વામી ભીખમજીએ બગડી શહેરની બહાર જૈતસિંહજીની છત્રીઓમાં સ્થિરતા કરી. એ સ્થાને પૂજ્ય રૂગનાથજીસ્વામી આવ્યા અને ફરીથી જોરદાર ચર્ચા કરી પણ સ્વામી ભીખમજીના મનનું સમાધાન કરી શકયા નહિ. ત્યારે પૂજ્યજીએ કહ્યું કે હે ભીખમજી તારો પગડા કોઇ પણ ગામમાં ટકવા દઈશ નહિ. તારા પીછે ખરામર લેવામાં આવશે. આ પ્રદેશમાં સર્વત્ર તારે ઘેાર વિરાધ થશે. આવી ધમકીઓને સ્વામી ભીખમજીએ લેશ પણ મચક આપી નહિ. સંપૂર્ણ નિર્ભયતા પૂર્વક સ્વામી ભિખમજીએ બગડી શહેરમાંથી વિહાર શરૂ કર્યાં. ત્યાંથી સ્વામીજી જોધપુર પધાર્યા. ત્યાં પધાર્યા ત્યારે તેમના અનુયાયી તેર સાધુએ સાથે હતા. આંમાં પાંચ સાધુએ રૂઘનાથજી સ્વામીની સંપ્રદાયના, છ સાધુ જયમલજી સ્વામીની સંપ્રદાયના, તથા એ ખીજી સંપ્રદાયના સાધુ હતા. આ સાધુએમાં ટોકરજી, હરનાથજી, ભારીમલજી, વીરભાણજી, વગેરે હતા. આ સમયમાં તેર શ્રાવકે પશુ સ્વામી ભીખમજીની માન્યતાવાળા થઈ ગયા
હતા.