________________
“સમણવાસગા (જીણપડિમાણ) સંસાર અટ્ટે અચ્ચઈ જાવ નમંસઈ શ્રાવકે સંસારને અર્થે જીનપ્રતિમાજીને અરેચે છે અને નમસ્કાર કરે છે.
આ “વિવાહ ચૂલિયા’ સૂત્રનું નામ નંદી સૂત્રની યાદીમાં છે પણ પિસ્તાલીશ આગમની યાદીમાં નથી; માટે જેવું “મહાકલ્પ સૂત્ર’ છે તેવું જ આ “વિવાહ ચૂલિયા સૂત્ર છે.
હાલમાં ભારતવર્ષમાં જે જીનપ્રતિમાજીઓ જોવામાં આવે છે તે સઘળાં એક જ પ્રકારનાં નથી પણ તેમાં પરસ્પર કેટલેક તફાવત હોય છે. એ તફાવત જુદા જુદા ધર્મોની થએલી અસરના કારણે છે. એથી અસલના વારામાં શુદ્ધ જીનપ્રતિમાજી કેવાં હતાં તે હાલમાં કહી શકવું ભારે મુશ્કેલી ભરેલું છે. આ રીતે ઘણાં વરસથી જીનશાસન જેમ મિશ્ર સ્વરૂપ પામી રહ્યો હતો તેમજ જીનપ્રતિમાજી પણ મિશ્રપણું પામી રહ્યાં હતાં. આ સઘળાનું પ્રથક્કરણ જૈન શ્વેતાંબર તેરાપંથના પ્રસ્થાપક વીતરાગસમા ભગવાન ભીખમજી સ્વામીએ ભૂલ સૂત્રને આધારે કર્યું. અને સ્પષ્ટ ફરમાવ્યું કે “જીનશાસનમાં “ચારિત્રધર્મ એજ મુખ્ય ધર્મ છે અને એથી જ આત્મા પવિત્ર થાય છે, નિર્મલ થાય છે. માટે “ચરિત્ર ધર્મ ને જ આત્માના આરાધન રૂપ ધર્મ કહેવામાં આવે છે. આ કારણથી જૈન શ્વેતાંબર તેરાપંથને ઈતિહાસ અને તેની માન્યતાઓ જણાવવાનું ઘણું જરૂરનું છે, માટે અત્રે એને ઇતિહાસ, વગેરે આપવામાં આવે છે..