________________
સ્થાપી. વિઠ્ઠલજીના શિષ્ય ભૂખણુજી મેરબી પધાર્યા અને તેમના શિષ્ય વશરામજીએ ધ્રાંગધ્રામાં ગાદી સ્થાપી. ઈંદ્રજીનાં શિષ્ય કરસનજી સ્વામી કચ્છમાં પધાર્યા. એમણે ત્યાં આઠ કેટીની પ્રરૂપણ ત્યાની રૂઢિને અનુસરીને કરી. ઈચ્છા સ્વામી લીંબડીમાં હતા. તેમના શિષ્ય રામજી રૂષિ ઉદેપુર પધાર્યા અને ત્યાં ગાદી સ્થાપી. ઈચ્છાજી સ્વામીના શિષ્ય લીંબડીની પરંપરામાં ગુલાબચંદજી, તેમના વાલજી, તેમના હીરાજી, તેમના કાનજી અને તેમના પ્રખ્યાત અજરામરજી સ્વામી થયા, કે જેમના નામથી હાલમાં લીંબડીને સંઘાડો જાણીતું છે.
શ્રી ધર્મદાસજી સ્વામીની સંપ્રદાયવાળા કહે છે કે સિદ્ધપાહુડામાં શ્રી ધર્મદાસજી સ્વામીનું અને ગોંડલ સંઘાડાના આદિ પુરૂષ શ્રી ડુંગરશી સ્વામીનું નામ છે. પાંચમા આરામાં વીસેં જીવો એકાવતારી થશે. તેમાં ઉપરનાં નામો પણ આવે છે. ચુડાના સંઘાડામાં હમણાં કઈ સાધુ કે આર્યાજી હૈયાત નથી. ધ્રાંગધ્રા સંઘાડો પણ સાધુ અને આર્યાજીને અભાવે બંધ પડયા છે. શ્રી વિઠ્ઠલજી સ્વામી મોરબીવાળાના શિષ્ય વશરામજીના શિષ્ય જસાજી સ્વામી બેટાદ પધાર્યા અને ત્યાં ગાદી સ્થાપી. શ્રી ધર્મદાસજી સ્વામીના શિષ્ય અનુક્રમે મુલચંદજી, વિઠ્ઠલજી, હરખજી, ભૂખણુજી, રૂપચંદજી, વશરામજી, જશાજી થયા. જશાજીના બે શિષ્યો એક તે અજરામરજી તેમના માણેકચંદજી, તેમના ત્રણ શિષ્ય કાનજી સ્વામી, શિવલાલજી સ્વામી અને અમુલખજી સ્વામી. પૂજ્ય જસાજીના રણછોડજી