________________
થયા હતા, એમનો સ્વર્ગવાસ વીર નિર્વાણ પછી ૫૮૪ વરસે વિ. સં. ૧૧૪ થયું હતું. વજી સ્વામી પછી એગણીશમી પાટે આર્ય રક્ષિત સ્વામી થયા. એમને માબાપની રજા સિવાય તેસલીપુત્ર આચાર્ય દિક્ષા આપી દીધી હતી. મહાવીર સ્વામીના નિર્વાણ પછી “શિષ્ય નિષ્ફટિકા શિષ્ય ચેરી મહાવીર શાસનમાં પહેલી વારજ થઈ. આર્ય રક્ષિત સ્વામીને સ્વર્ગવાસવીર નિર્વાણ પછી ૫૯૭ વિક્રમ સંવત ૧૨૭માં થયે. શ્રી આર્યરક્ષિત સ્વામીને સમયમાં મુનિઓમાં ઢીલાશ વધતી ચાલી “માત્રક પાત્રુ રાખવાનો રિવાજ અહીંથી શરૂ થયે. ઢીલા પડેલા સાધુઓ ખરેખરા શિથિલાચારી-વતિઓ તે વીર નિર્વાણ પછી ૮૮૨ વર્ષે થયા. વિકમની પાંચમી સદી સુધીમાં સર્વત્ર શિથિલાચાર અને ચૈત્યવાસ પ્રવરતી રહ્યો હતે. અગાઉ જે “ચૈત્યવાસી કહેવાતા હતા તે આજે “દેહરાવાસી” કે “દેરાવાસી કહેવાય છે. હાલની જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયદેરાવાસી સંપ્રદાય તે ચૈત્યવાસી સંપ્રદાયનું સુધારેલું રૂપાંતર છે, આ સંપ્રદાયમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી વગેરે મહાપ્રતિભાશાળી વિદ્વાન પુરૂ થઈ ગયા છે, આ સંપ્રદાયને દિપાવવામાં મંત્રીશ્વર વિમલશાહ તેમજ મંત્રીશ્વવર વસ્તુપાલ તેજપાલ વગેરે મુખ્ય હતા. મહાવીર સ્વામીના સમયનું કે પાર્શ્વનાથ ભગવાનના સમયનું કઈ દેરાસર કે કઈ જીન પ્રતિમાજી હૈયાતી ધરાવતાં નથી. આને અંગે સંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાજી, ચારૂપજીની પ્રતિમાજી અને કેસરીયાનાથનાં પ્રતિમાજી સંબંધે જે