________________
ર૭
છ દશ
પ્રત્યાખ્યાન,
- દુલ વૈચારિક
આમાંથી પંચકલ્પ નામનું સૂત્ર હાલ મળતું નથી. પણ. તેનું ભાષ્ય કે જે સંઘદાસ ગણિએ રચ્યું છે તે મળે છે. મહાનિશિથ સૂત્ર મૂળે તે પ્રાય; નષ્ટ થયું હતું. એને ઉદ્ધાર હરિભદ્રસૂરિ વગેરેએ કર્યો હતે. એમાં તાંત્રિક કથને તેમજ આગમ નહિ એવા ગાનાં નામો છે તેથી તે પાછળથી બનાવેલ છે એમ વિદ્વાને કહે છે. દશ પન્ના- ચતુ=શરણુ, આતુર પ્રત્યાખ્યાન, ભકત પરિજ્ઞા, સંસ્તારક, તંદુલ વૈચારિક, ચંદ્ર વેધ્યક, દેવેંદ્રસ્તવ, ગણિ વિદ્યા, મડા પ્રત્યાખ્યાન અને વીરસ્તવઃ કેઈ દેવેંદ્રસ્તવ અને વરસ્તવને એકજ ગણને અને સસ્તારકને બાજુએ મૂકીને મરણ સમાધિ અને ગચ્છાચારને ગણે છે. આ રીતે ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૪ મૂલ, બે નદી ને અનુયેગ દ્વાર, ૬ છેદ અને ૧૦ પન્ના મળીને કુલે પીસ્તાલીશ આગામે જુના કાળથી પ્રસિદ્ધ છે. આમાં “મહાકલ્પ સૂત્રનું સ્થાન જ નથી.
મહાવીર સ્વામીના હસ્તદિક્ષિત ધર્મદાસગણિએ પ્રાકૃતમાં “ઉપદેશમાલા રચી છે એમ પીળા કપડાવાલા સાધુએ કહી રહ્યા છે. પણ મજકુર ઉપદેશમાલામાં તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પછી ઘણે વરસે થએલા. શ્રી સિંહગિરિ વગેરેનાં નામે આવે છે. માટે ધર્મદાસગણિએ શ્રી મહાવીર સ્વામીની પાસે દિક્ષા લીધાની વાત સાચી ઠરતી જ નથી. વીર નિર્વાણ પછી આશરે છાઁ વરસે આ ગ્રંથ રચાયાનું વિદ્વાને માને છે. આવી જ દશા શ્રી ભદ્રબહુ સ્વામીની આવશ્યક નિર્યુક્તિની છે. પંથના મહિમાની