________________
૨૬
દંતકથાઓ ફેલાવવામાં આવી છે તે તે કોઈ પણ રીતે માનવા લાયક નથી કારણ કે એનાં સબંધમાં ભગવાન સૂત્રકારે કાયે ઉલ્લેખ કરેલા નથી. જો વીર પ્રભુના સમયમાં તે વસ્તુ હાત તે તેના ઉલ્લેખ મૂળ સૂત્રેામાં જરૂર કરવામાં આવ્યેા હોત.
મૂળ સૂત્રામાં શ્રાવકોને ‘શ્રમણાપાસક’ શબ્દથી સાધવામાં આવ્યા છે પણ કોઈ સ્થળે મૂર્તિપૂજક શબ્દથી બેધવામાં આવ્યા નથી. માટે મૂર્તિપૂજક’ શબ્દ પાછળથી શરૂ થએલા સહેજેજ સમજી શકાય છે.
મૂર્તિપૂજક સંપ્રદાયવાળા વરસાથી પિસ્તાલીશ આગમાને માને છે. પિસ્તાલીશ આગમેાનાં નામેા બાર અગા— આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતા ધર્મ કથા, ઉપાસક દશા, અંતકૃત્ દશા, અનુત્તરપપાતિક, પ્રશ્ન વ્યાકરણ, વિપાક અને બારમું સૃષ્ટિવાદ તા વિચ્છેદ ગયું છે માટે હાલમાં અગ્યાર અંગેાજ મેાજીદ છે. ખાર ઉપાંગા—વવાઇ, રાયપસેણી, જીવાભિગમ, પ્રજ્ઞાપના, સૂર્ય પ્રજ્ઞપ્તિ, જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, ચદ્ર પ્રજ્ઞપ્તિ, કલ્પિકા, કલ્પાવત સિકા, પુષ્પિકા, પુષ્પચૂલિકા, હિનદશા, ચાર મૂલ—આવશ્યક, દશ વૈકાલિક, ઉત્તરાધ્યયન, પિંડ નિયુક્તિ કે આધનિયુક્તિ.
આ પ્રમાણે સતાવીશ થયાં. નંઢી અને અનુયોગ દ્વાર મળીને આગણત્રીશ થયાં. છ છેદ સૂત્રેા–નિશિથ, બૃહત્કલ્પ, વ્યવહાર, દશાશ્રુત સ્કંધ, પંચકલ્પ, અને મહાનિશિય,