________________
પ્રતિમાજીનું દર્શન પૂજન કરવાથી કઈ પણ શ્રાવકે સંસાર પરત કર્યો હોય, સમક્તિની પ્રાપ્તિ કરી હોય, તીર્થકર ગેત્ર બાંધ્યું હેય, કર્મની નિજેર કરી હોય કે મોક્ષ મેળવેલ હોય એ કઈ પણ પ્રત્યક્ષ પ્રમાણભૂત પુરા સૂત્રેના મૂળ પાઠમાં નથી. - વિક્રમ સંવત ૧૦૮માં કાઠિઆવાડ-સૌરાષ્ટ્રના માધુમતિ મહુવાના ધનવાને શ્રી જાવડશાહે અને શ્રી ભાવડ શાહે શ્રી વજીસ્વામીની હાજરીમાં શત્રુંજય ગિરિ ઉપર લાકડાનું દેરાસર તૈયાર કરાવીને ભગવાન રૂષભ દેવજીનાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરી. તે સમયે શત્રુંજયગિરિ ઉપર જુનાં કાળનાં દેવાલયે કે જીન પ્રતિમાજી જેવું કશું યે હતું નહિ. એથીજ પટ્ટાવલિમાં કહેવામાં આવ્યું છે કે વજસ્વામીના સમયમાં જાવડશાહ અને ભાવડશાહથી શત્રુંજય ગિરિ મહાતીર્થ રૂપે “ઉદય થયું. ત્યારથી જીની પ્રતિમાજીને મહિમા હદ ઉપરાંત વધી પડે. તે કાલથી ચિત્ય–મૂર્તિપૂજાનું કાર્ય. ધર્મનું આગેવાન અંગ મનાવું શરૂ થયું. પ્રતિમાજીને પુષ્પ ચડાવવાની પ્રવૃત્તિઓ જોર પકડયુ. વજી સ્વામીને દાખલે લઈને પાછળના આચાર્યો ધીમે ધીમે દેરાસર સંબંધી સાવદ્ય કાર્યોમાં પ્રવૃત્ત થયા. વજી સ્વામી શ્રાવકે માટે પુ લાવેલા તે ઉપરથી “ચૈત્યવાસનાં બીજ રોપાયાં. છતાં વજ સ્વામી સુધી સાધુઓ કડક આચારનું પાલન કરતા હતા. અને અંશે શિથિલાચાર પ્રવેશ્યા હતે. તપગચ્છની પરંપરા પ્રમાણે મહાવીર સ્વામીથી તેરમી પાટે શ્રી વજી સ્વામી