Book Title: Jain Shwetambar Sampradayno Itihas
Author(s): Gokuldas Nanjibhai Gandhi
Publisher: Gokuldas Nanjibhai Gandhi

View full book text
Previous | Next

Page 23
________________ ૨૨ તપગચ્છમાં સાઠમી પાટે વિજયદેવ સ્વામી થયા. ત્યારે સાધુ–યતિ સંસ્થામાં શિથિલાચાર ચાલી રહ્યો હતે. વિજયદેવ સ્વામીના ગુરૂભાઈ વિજયતિલક સ્વામી હતા. એમના પછી વિજ્યાણંદ સ્વામી થયા, વિજયદેવ સ્વામી અને વિજ્યાણંદસ્વામી વચ્ચે શિથિલાચાર વગેરે સંબંધમાં વાંધો પડવાથી તપગચ્છમાં દેવસૂરગચ્છ-વિજયદેવ સ્વામીને ગ૭ અને આણસૂરગચ્છ-વિજયાણંદ સ્વામીને ગચ્છ–શાખાઓ શરૂ થઈ. શ્રી વિજયદેવ સ્વામી સં. ૧૭૧૩માં સ્વર્ગવાસ પામ્યા. શ્રી વિજયાણંદ સ્વામીને સં. ૧૯૭૬માં સૂરિપદ મળ્યું હતું. | વિજયદેવ સ્વામી પછી એકસઠમા પાટે વિજયસિંહ સ્વામી થયા. એમના સમયમાં લોકાગચ્છના યતિઓ હતા. એમાંથી કાઠિવાડના કડક સાધુતા પાળવા માટે મહાપંડિત શ્રી ધર્મસિંહ સ્વામી સંવત ૧૬૮૫માં જુદા પડયા અને દરિયાપુરી સંપ્રદાયની સ્થાપના કરી. તેમજ સુરતના દશાશ્રીમાળી વણિક લવજી સ્વામીએ સં. ૧૮૮રમાં લંકાગચ્છમાંથી જુદા પડીને પોતાની સ્વતંત્ર સંપ્રદાય સ્થાપી. સં. ૧૭૧૬માં મહાપુરૂષ શ્રી ધર્મદાસજી સ્વામીએ પણ લૉકાગચ્છમાંથી જુદા પડીને પોતાની સ્વતંત્ર સંપ્રદાય સ્થાપી. આ ત્રણે સંપ્રદાયના મુનીરાજે કડક આચાર પાળતા હતા ત્યારે તપગચ્છ વગેરેને સાધુચતિ સમાજ પ્રમાણમાં ઘણેજ ઢીલે અને શિથિલાચારી હતું તેથી ઘણુ ગામના વેતાંબર મૂર્તિપૂજક જૈને ઢીલા શિથિલાચારી સાધુ--પતિએને આશ્રય છોડીને કડક આચાર પાળવાવાળા ફેંકાગચ્છમાંથી નીકળેલી જુદી જુદી સ્વતંત્ર સંપ્રદાયને આશરે

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90