________________
મીની પરંપરાના વર્તમાન આચાર્ય કે પૂજ્ય શ્રી જવાહિરલાલજી સ્વામીની પરંપરા દરશાવનારી પટ્ટાવલિમાં તે જ્ઞાનજી રૂષિ કે જ્ઞાનસાગર સ્વામીને મહાવીર સ્વામીથી એકસઠમાં પુરૂષ તરીકે બતાવેલ છે અને એમના સમયમાં લેકા મહેતાએ ભેંકા ગચ્છની સ્થાપના કર્યાનું કહેલ છે. આ પટ્ટાવલિમાં ઘણાં નામે એવાં છે કે જેમના ઐતિહાસિક વ્યકિતત્વના પુરાવાને અભાવ છે. તેથી તેવી કલ્પનાથી ભરપુર પટ્ટાવલિ ઉપર વિશ્વાસ મૂકી શકાય નહિ. ઈતિહાસ એ જુદી વસ્તુ છે અને શ્રદ્ધા એ જુદી વસ્તુ છે.
શ્રી સુમતિ સાધુ સ્વામી જે અરસામાં થયા એજ અરસામાં જ્ઞાનસાગર સ્વામી કે જ્ઞાનજી સ્વામી કે જ્ઞાનજી રૂષિ થયા છે. એમના નામને સૂચન કરનારા ગ્રંથ સં. ૧૫૨૦માં રચાએલ “જીવભવ સ્થિતિરાસ અને સં. ૧૫૩૧માં રચાએલ “સિદ્ધચક રાસ-શ્રીપાલ–રાસ–મળી આવે છે. જ્ઞાનચંદ્ર સ્વામી કે જ્ઞાનસાગર સ્વામી કે જ્ઞાનજી સ્વામી કે જ્ઞાનજી રૂષિ, તે નાયલ—નાગૅદ્ર ગ૭માં ગુણદેવ સ્વામીના શિષ્ય હતા, બડી પિષાલની પરંપરામાં તેઓ થઈ ગયાનું મનાય છે પણ સુમતિ સાધુ સ્વામી તે લઘુ પષાલની પરંપરામાં તપગચ્છમાં ચોપનમી પાટે થયા, સુમતિ સ્વામી પછી હેમવિમલ સ્વામી અને આનંદવિમલ સ્વામી થયા. તે વખતે શ્રી લંકામહેતાના ઉપદેશથી હજારો જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન દેરાસરને અને તે વખતના ઢીલા અને પરિગ્રહ ધારી સાધુ કહેવાતા યતિ