Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
છે મહાભારતના પ્રસંગો :
-
{
[ પ્રકરણ-૧૨].
–શ્રી રાજુભાઇ પંડિત, છે
-
-
-
-
-
છઠ્ઠની કદી સાતમ થતી નથી મૃત્યુદાતાનું મૃત્યુ જ્યારે અશકય બન્યું.
“લાજ શરમ વગરની ! અહીંથી દૂર હટ. જેના વિવાહ મહોત્સવમાં તું નાચી છે. { રહી છે તે દેવકીને સાતમે ગર્ભ તારા પતિને ઘાત કરશે.”
સેંકડો વર્ષો પૂર્વે આખી નગરીને સૂતેલી છોડીને જે એકલા કુમાર વસુદેવ, { બળેલા મડઢાનું છળકપટ કરીને શૌરીનગરી છોડીને ચાલ્યા ગયા હતા, તે આજે સેંકડે છે વર્ષો પછી સેંકડો નર–ખેચરોની કન્યાઓને પરણીને શૌરીનગરીમાં ધામધૂમપૂર્વક પ્રવેશી ? 1 ગયા હતા. મથુરાનરેશ રાજા કંસે પણ શૌરીપુરી આવીને પૂર્વના મૈત્રીભર્યા સંબંધના નાતે ઉત્કૃષ્ટ પ્રવેશ મંગલ કર્યું હતું.
હવે પિતાના ઉપકારી વસુદેવની લાંબા સમયથી શુશ્રુષા કરવાની હાર્દિક ઈચ્છાથી { રાજા સમુદ્રવિજયની આજ્ઞા મેળવીને વિનયપૂર્વક મથુરાનરેશ રાજા કંસ વસુદેવને પોતાની 1 મથુરા નગરી એ લઈ ગયે. અને પિતાના કાકા દેવકની પુત્રી, અત્યંત સુરૂપવાન દેવકીને
વસુદેવ સાથે પરણાવી. દેવકી–વસુદેવને લગ્ન–મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે જ કંસના કે ભાઈ કે જે વિવેકી છે, મુકિતના અર્થી છે અને દીક્ષિત થયેલા છે તે આ લગ્ન-ઉત્સવ કે સમયે ભિક્ષા અર્થે પધાર્યા છે.
બરા૨ આ જ ઉત્સવ સમયે જરાસંઘની પુત્રી કે જે કંસની પત્ની છે (કે જે ને એક વખત યુદ્ધમાં શત્રુને જીતીને આવતા હકિકતમાં વસુદેવ સાથે પરણાવાઈ હોત તે
વસુદેવે નિમિતજ્ઞ પાસેથી જવયશાને પિતા–શ્વસુર પક્ષની સંહારક જાણીને ચાલાકીથી ૬ ? કંસ સાથે પરણાવી હતી) તે જીવયશા યૌવનના ઉન્માદ્રમાં ભાન ભૂલીને, ભિક્ષાથે આવેલા નિરીમ તપશ્ચર્યાના ઉગ્ર તપસ્વી અતિ મુકતક મુનિની સન્મુખ થઈ.
મટિરા પીધેલી જવયશાના કાળા ભમ્મર જેવા વાળ વિખરાઇ ગયા હતા, વક્ષસ્થળ છે ઉપરનું વસ્ત્ર સરી ગયું હતું, મઢથી ઉન્મત્ત હતી. નાભિ નીચેનું અધેવસ્ત્ર શિથિલ થયું હતું, આવી વિચિત્ર—બેહૂદી હાલતમાં રહેલી જીવયશાએ આવેલા મુનિવરને કહ્યુંમુનિવર ! ચાલો તમારી બેન દેવકીના વિવાહના મહોત્સવમાં આપણે નૃત્ય કરીએ. આટલું બેલીને તેણીએ મુનિવરને બેહાથ વડે આગ્રહપૂર્વક કંઠેથી પકડી લીધા.
સજાગ મુનિવરે કહ્યું –અરે! બેશરમ, લાજશરમ વગરની ! દૂર હટ દૂર. આમ કહી કઠોર શબ્દોમાં આક્ષેપ પૂર્વક બેલ્યા કે—જેના વિવાહ મહોત્સવમાં તું મન્મત્ત છે
-
-