________________
[ ૨૪–] ત્યાર પછી પૂજ્ય શ્રી દર્શન વિજયજી ( ત્રિપુટી)મ. વિશમ કર્મના ઉદયથી બહુ પરવશ બન્યા હું તે ભયંકર માંદગીમાં પાંચ-છ વાર શાતા પૂછવા ગયેલ. જવારે જાઉં ત્યારે પૂજ્ય શ્રી દર્શનવિજ્યજી મ. ત્રિપુટીમાં એકદમ મને ભેટી પડતા.
જીભના લકવાની અસરથી સ્પષ્ટ બેલી શકતા નહીં. પણ અસ્પષ્ટ બોલી મને આવકારતા મારી પિઠ થાબડતા, ક્યારે પેન લઈ લેટ ઉપર મારા ઉપર ખૂબ વાત્સલય વહાલ ભર્યા લખાણ લખી ઉમળકે ખૂબ વ્યક્ત કરતા.
તેમની પરવશ અવસ્થામાં પણ તેઓની મારા પ્રતિ વિશિષ્ટ ભાવનાને લીધે, જાણે તેમને વિશિષ્ટ આશીર્વાદ ન મળ્યા હોય તેમ મારામાં ઇતિહાસની ખેજ અને સંશોધન વૃત્તોનાં બીજ વિકસવા લાગ્યા,
આવા મહાપુરુષની ઇતિહાસની નવી નવી ખાજોના, વિશાળ હરત લિખીત, સંગ્રહની સુવ્યવસ્થા માટે મેં પૂજ્ય શ્રી ત્રિપુટી મહારાજના કાળધર્મ પછી તે બધું એકવાર સુવ્યવસ્થીત પણે પ્રકાશિત થઈ જાય તે સારું, એ ભાવનાથી પૂજ્ય શ્રી ત્રિપુટી મહારાજના વ્યવસ્થાપકે પાસે મેં વાત મૂકી વધુમાં તેમને અપરંપાર મહેનતથી લખાયેલ નોંધે માથી જેન પરંપરાને ઇતિહાસને ચોથે ભાગ પ્રકાશીત કરવાની મેં તમને બતાવી. ચાર-પાંચ વાર મેટર માટે વાત કરી, પણ કાળબળની પરિપકવતાની ખામીથી મારી વાત અમલમાં ના આવી.
છેવટે પૂજ્ય શ્રી ત્રિપુટી મ, ના ભૂતપૂર્વ શિષ્ય શ્રી ભદ્રસેનવિજયજી મ. અને મહેન્દ્રભાઈ ગુલાબચંદ (જેન – ધર્મલાભ ભાવનગરવાળા)ને સદ્દપ્રય નથી તે મેટર ભંડકીયાઓમાંથી, પુણ્યયોગે પ્રાપ્ત થયું. ને પૂજ્ય શ્રી ત્રિપુટી મહારાજના ઉપકારની સમૃતિથી તેઓશ્રીના મારા પરના રૂણને અદા કરવા જેન પરંપરાને દતિહાસ ભાગ – ચોથો પ્રકાશિત કરવાની મારી ઇચ્છા પૂર્ણ કરવાની તક મુનિ શ્રી ભદ્રસેનવિજયજી મ.ના સહકારથી મહેન્દ્રભાઈ દ્વારા આ ગ્રંથનું સંશોધન કરવા તક મળી.
તે અંગે તેઓના ધર્મ સનેહની વારંવાર અનુમોદના થાય છે. ખરેખર પુજ્ય ત્રિપુટી મહારાજે આ ગ્રંથમાં અનેક ઝવેરાત ભર્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org