________________
પ્રમાણરૂપ છે. આ પ્રમાણો ‘૩૬’ અધ્યયનની સંખ્યાની દૃષ્ટિએ વિચારીએ તો પણ અર્હદ્ ગીતા નામને અનુરૂપ શ્રુતજ્ઞાનનો ભવ્યોદાત્ત અને અનન્યપ્રેરક વારસો આ ગ્રંથમાંથી ઉપલબ્ધ થાય છે.
કવિની અરિહંત પ્રત્યેની અભૂતપૂર્વ ભક્તિ ભાવના મંત્ર દ્વારા પ્રગટ થાય છે. અરિહંત પદની પ્રાપ્તિ અને તેનો મહિમા ગાતા શ્લોકો પણ કવિની ભક્તિના પ્રમાણ રૂપ છે. વર્ણમાતૃકાવાળા શ્લોકોમાં અ સ્વરનો પ્રભાવ ૐકારના અર્થઘટનમાં પણ અરિહંતનું સ્વરૂપ દર્શાવ્યું છે.
અર્હદ્ગીતા શીર્ષક ગીતાના વિષયો અને તેના વિચારોને અનુરૂપ છે. શીર્ષકની પસંદગી યથોચિત લાગે છે. ગીતા કાવ્યની પ્રસ્તાવનામાં પણ તેનો ઉલ્લેખ થયો છે.
ૐૐકાર આત્મસ્વરૂપ છે તે વિશેની કવિ કલ્પના એમની જ્ઞાનોપાસનાનું પ્રતીક છે.
ઞામાં તવિત, મેંમોક્ષ: શિવસ્તતઃ ।
અનાવાર બિન્દુરુપ: વારસ્તો મતઃ ॥ ॥ (અ. ૨૫)
‘અ' થી આત્મા અને ‘ઉ' થી આત્માનું ચિંતન અને ‘મ’માં કલ્યાણકા૨ી મોક્ષપદ નિહિત છે. બિંદુસ્વરૂપ નિરાકાર સૂચક છે માટે ૐકાર એ આત્મસ્વરૂપ છે.
૨૫ મા અધ્યાયમાં આવા પ્રકારની અર્થ સંકલનાના શ્લોકો જોવા મળે છે.
કવિએ જયોતિષ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેનો સંસ્પર્શ દર્શાવતા આત્માના સ્વરૂપ સાથે અર્થઘટન કરીને કેટલાક શ્લોકો રચ્યા છે. તેમાં વર્ષ, મહિના, નક્ષત્ર, દિવસ, ઋતુ, તિથિ, રાત્રિ, વગેરેની વિશેષતાઓ ‘દર્શાવી’
છે.
દા.ત, કષાય
નોકષાયની ઇચ્છાએ મંગળવાર જાણવો.
જ્ઞાન, ધ્યાન અને શાસ્ત્ર શ્રવણમાં બુધવાર જાણવો. રાજનીતિ, જયોતિષનો અભ્યાસ, ચિંતન, સ્થાપના, ઉત્થાપના તીર્થયાત્રામાં મન લાગે તો તે શુક્રવાર જાણવો.
હિંસા, અસત્ય, ઘાતકી કૃત્યો, ચોરી, જુગાર વગેરેમાં શનિવા૨
Jain Education International
For Private & Personal Use Only
૨૯
www.jainelibrary.org