________________
અધ્યાય - ૩૫ वाच्यं रक्षोऽपि लक्षाम्यां बहुधाऽसुरवाचिलः ।
लः पैक्षाच्यां प्राकृतो क्तौ नागोक्तावपि लादरः ॥ ६॥ લ અને ક્ષ બરાબર લક્ષ થાય છે. આ લક્ષને રક્ષ પણ કહેવાય છે. રક્ષનો અર્થ રાક્ષસ થાય છે. માટે લ ને અસુર વાચક મનાય છે. પૈશાચી પ્રાકૃત અને નાગભાષામાં પણ “લ'ને બદલે “ગ્રહણ કરવામાં આવે છે.
અધ્યાય - ૩૬ वृते ज्ञाने दर्शने वा सर्वस्मिन्नक्षरत्रये ।
यस्य गौरवमेवास्ति श्रिये स मगणोऽर्हताम् ॥ २॥ દર્શન જ્ઞાન અને ચારિત્રના ત્રણ પ્રથમ અક્ષરોમાં જેનું ગુરુત્વ છે એવા અહિતોના ગૌરવવાથી સર્વગુરુ મગણરૂપ આપનું કલ્યાણ કરનાર થાઓ.
૨. મહોપાધ્યાય યશોવિજયજી પ્રખર તૈયાયિક, તાર્કિક શિરોમણિ, ન્યાય વિશારદ, શાસન પ્રભાવક, સંસ્કૃત અને ગુજરાતી ભાષાના મહાન સર્જક શ્રી યશોવિજયજી ઉપા. જૈન સમાજમાં અતિ લોકપ્રિય અને ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. પાટણ પાસે ધીણોજ નજીકના કન્હોડુ ગામમાં જન્મ્યા હતા. સો-ભાગદે માતા અને નારાયણ પિતાના પ્રતિભાસંપન્ન પુત્ર જશવંત - જશવંતે સાત વર્ષની વયે ભક્તામરસ્તોત્ર માત્ર શ્રવણ દ્વારા કંઠસ્થ કરીને અસાધારણ બુદ્ધિ પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. વિજયદેવસૂરિ પાસે પાટણમાં દીક્ષા લીધી અને જશવિજય નામથી ઓળખાયા. એમના ભાઈએ દીક્ષા લીધી અને પદ્રવિજયજી નામ ધારણ કર્યું જશવિજયજીએ પોતાના ગુરુ નયવિજયજી પાસે ન્યાય અને તર્કનો અભ્યાસ કર્યો. જૈન દર્શન ઉપરાંત અન્ય છે દર્શનોનો પણ અભ્યાસ કર્યો હતો. કાશીના પંડિતો સાથે વાદ કરીને વિજય મેળવ્યો અને ન્યાય વિશારદ પદવી પ્રાપ્ત કરી હતી. સં. ૧૭૧૮માં વિજય પ્રભસૂરિજીના હસ્તે ઉપાધ્યાય પદવીથી અલંકૃત થયા.
એમની ગુજરાતી રચનાઓમાં દ્રવ્યગુણપર્યાયનો રાસ, ૧૫૦, ૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org