________________
૩. વિનયવિજયકૃત બેનેમિનાથ ભ્રમરગીતા' વિક્રમના સત્તરમા-અઢારમા સૈકામાં જે કેટલાક મહાન જૈન સાધુ મહાત્માઓએ સાહિત્યક્ષેત્રે ઉત્તમ પ્રદાન કર્યું છે. એમાં ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીનું સ્થાન પણ અગ્રગણ્ય છે. અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિના હસ્તે દીક્ષિત થયેલા વાચક શ્રી કીર્તિવિજયના શિષ્ય તે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ સંસ્કૃત ભાષામાં લોકપ્રકાશ” નામનો વીસ હજાર શ્લોકપ્રમાણ ગ્રંથ રચ્યો છે. એ જ એમની સર્જનશક્તિની પ્રતીતિ કરાવવા માટે પૂરતો છે. એમણે ‘નયકર્ણિકા', કલ્પસૂત્ર સુબોધિકા ટીકા', “શાંત સુધારસ ભાવના', “સ્તવન ચોવીસી”, “વિહરમાન જિનવીસી', પુણ્યપ્રકાશનું સ્તવન' તથા ઇતર સ્તવન સજઝાય વગેરે મહત્ત્વની રચનાઓ કરી છે. જીવનના અંતિમ દિવસોમાં એમણે સંઘની વિનંતીથી “શ્રીપાલ રાસ' નામની સુખ્યાત કૃતિની રચના શરૂ કરેલી, તે એ શરતે કે જો તે અપૂર્ણ રહે તો ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ તે પૂર્ણ કરવી. બન્યું પણ એમ જ. કૃતિ પૂરી થાય તે પહેલાં શ્રી વિનયવિજયજી કાળધર્મ પામ્યા અને વચનબદ્ધ થયેલા શ્રી યશોવિજયજીએ રાસકૃતિ પૂરી કરી હતી.
ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ વિવિધ પ્રકારની લઘુકૃતિઓની રચના કરી છે. એમણે નેમિનાથ વિશે બારમાસીના પ્રકારની એક કૃતિ અને એક કૃતિ ફાગુના પ્રકારની રચી છે. ફાગુકૃતિ નેમિનાથ ભ્રમરગીતા'ના નામથી જાણીતી છે. (આ કતિ ડૉ. ભોગીલાલ સાંડેસરા અને સોમાભાઈ પારેખે સંપાદિત કરેલા પ્રાચીન ફાગુ સંગ્રહમાં છપાયેલી છે.)
શ્રી વિનયવિજયજીએ આ બ્રમરગીતાની રચના વિ. સં. ૧૭૦૬માં કરી હતી. એમણે નીચે પ્રમાણે કૃતિની રચનાતાલનો નિર્દેશ સંખ્યાવાચક સાંકેતિક શબ્દો વાપરી કર્યો છે.
ભેદ સંયમ તણા ચિત્ત આણો, માન સંવતતણ એક જાણો, વરસ છત્રીસનું વર્ગમૂળ, ભાદ્રવિ પ્રભુ થુપ્પા સાનુકૂલ.
અહીં સંયમના ભેદ તે સત્તર અને છત્રીસનું વર્ગમૂળ એટલે છ એટલે સંવત ૧૭૦૬ થાય. એ વર્ષે ભાદરવા મહિનામાં આ રચના કરવામાં આવી છે. ભાદરવો એટલે ચાતુર્માસના ચાર મહિનામાંનો એક મહિનોભાદરવાના પ્રથમ ચાર દિવસ એટલે પર્યુષણના દિવસો એટલે શ્રી વિનયવિજયજીએ આ રચના પર્યુષણ દરમિયાન અથવા પર્યુષણ પછી કરી હશે એમ જણાય છે. પ્રભુ ગુણ્યા' એવા શબ્દો એમણે પ્રયોજ્યા છે એટલે નેમિનાથ ભગવાનની સ્તુતિ રૂપે આ ભ્રમરગીતા રચવામાં ૨૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org