Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 268
________________ ક૨વા માટે જીવન પાથેય છે. ગુરુ ગુણમાં લાગણીનો પ્રવાહ વહેતો નિહાળી શકાય છે. તેના દ્વારા ગુરુ પ્રત્યેની સદ્ભાવના ને પૂર્ણ સન્માન પ્રગટ થાય છે. ગુરુ વિરહની અભિવ્યક્તિમાં માનવ સહજ કરૂણાનો ઘેરો ભાવ પ્રગટ થયો છે. પ્રાણાધાર વિભુ અમ તણા એકલા કેમ ચાલ્યા મૂકી માયા જગ અમ તણી બાહ્ય સંયોગ ટાળ્યા. (પા. ૧૧૨) યાદી યાદી પ્રભુ તમ તણી રાતને દિન આવે જાણો એ સૌ મમ મન તણું કેમ વ્હેલો ન આવે ? (પા. ૧૧૩) ભૂલી જાશો નહિ નહિ કદિ પૂર્ણ વિશ્વાસ આપી થૈ જે ભૂલો પ્રભુ મમ તણી તેહની આપ માફી કાલાં ઘેલાં પ્રભુ તવ તણાં બાળકો જેહ બોલે પ્યારાં જાણી જનક સહુ એ અમૃતે પૂર્ણ તોલે સેવા ત્યારી સતત ઘટમાં પૂર્ણ ભાવે જ ધારૂં મારી વ્હારે ઝટ વિભુ ચઢો પૂર્ણ આપો જ સારૂ (પા. ૧૧૪) ગુરુના ગુણ ગાઈ શકાય તેમ નથી તેવો ભાવ દર્શાવતી પંક્તિઓ જોઈએ તોપૃથ્વીનો તો પટ યદિ કરૂ લેખણી પર્વતોની પાણી શાહી જલધરતણું બુદ્ધિ સર્વ મતોની હા૨ા તોયે સહુ ગુણ અરે લેખ્ય ના થાય ક્યારે હોયે પત્રે તવ ગુણ લખું ભક્તિ વેગ પ્રચારે. (પા. ૧૧૫) કવિએ સુખસાગર ગુરુનો મહિમા ગાવા માટે કાવ્ય અને ભાવને અનુરૂપ છંદોનો પ્રયોગ કર્યો છે. હરિગીત, શાદુર્લ વિક્રીડિત, મન્દાક્રાન્તા દુહાનો વગેરે છંદોનો આશ્રય લઈને વિચારોની અભિવ્યકિત કરી છે. કવિને હરિગીત છંદ વધુ પ્રિય છે એમ એમના ગીતા કાવ્ય પરથી અનુમાન કરવામાં આવે છે. ગુરુ પ્રત્યેની લાગણી અંતિમ વિદાય-વિલાપ જેવા પ્રસંગોના નિરૂપણમાં મંદાક્રાન્તાનો સફળ પ્રયોગ કર્યો છે. ગીતાના અંતે ફળ શ્રુતિ-રચના સમયને માટે દુહાનો પ્રયોગ કર્યો છે. એમની શૈલીની વિશેષતા ચિંતન-મનન કરવા લાયક શબ્દની પુનરાવૃત્તિ દ્વારા ગુરુ ગુણોનું નિરૂપણ કરવાની કલાનું દર્શન થાય છે. ચરિત્રાત્મક કૃતિમાં ચરિત્ર નાયકના જીવનના પ્રસંગો જન્મ, બાલ્યાવસ્થા, Jain Education International For Private & Personal Use Only ૨૬૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278