Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 269
________________ અભ્યાસ, દીક્ષા, શાસન પ્રભાવનાનાં કાર્યો, ધાર્મિક અભ્યાસ આત્મસાધના જેવી વિગતો મોટે ભાગે હોય છે. અહીં આવો કોઈ ઉલ્લેખ નથી તે દૃષ્ટિએ વિચારીએ તો સુખસાગર ગુરુગીતામાં જિનશાસનમાં ગુરુનાં અનિવાર્ય લક્ષણા દર્શવ્યાં છે તેનો સુભગ સમન્વય સધાયો છે. વળી તેમાં ગુણસ્તુતિની સાથેના ઉપદેશાત્મક વિચારો વાચક વર્ગના ગુણબીજા૨ો પણ અને સંવર્ધનમાં નવો પ્રાણ પૂરે તેવી અભિવ્યક્તિ થઈ છે. આ ગીતા કાવ્યની વિશેષતા એ છે કે તેમાં ગુરુના નામનો પ્રત્યક્ષ ઉલ્લેખ કર્યા વગર ગુણાનુવાદરૂપે રચાયેલી છે અને તેથી ગીતા નામ આપવામાં આવ્યું છે તે યથાર્થ લાગે છે. જંબુસૂરિ મ.સા.નો પરિચય (ગીતા) ગુજરાતની સુપ્રસિદ્ધ નગરી દર્ભાવતીની પૂણ્યભૂમિના જિન શાસનના શણગાર સમા અણગાર શ્રી જંબુસૂરિનીએ જન્મ ભૂમિ હતી. પિતા મગનલાલ અને માતા મુક્તાબાઈના પનોતા પુત્ર શ્રી ખુશાલચંદ (સંસારી નામ) હતા. બાલ્યાવસ્થાથી ધાર્મિક ક્રિયામાં રૂચિ હોવાથી નિયમિત ધાર્મિક આચાર વિચારમાં પ્રવૃત્ત રહ્યા હતા. વડીલોની પ્રેરણાથી લગ્ન કર્યા. અમદાવાદમાં ધાર્મિક અભ્યાસ કર્યો અને મેટ્રીકની પરીક્ષામાં ઉત્તીર્ણા થયા. ડભોઈમાં પૂ. આ. કમલસૂરિ અને પૂ.પં.શ્રી દાનવિજયજીનું ચાતુર્માસ હતું ત્યારે એમનો સત્સંગ થયો હતો. ડભોઈની આત્માનંદ જૈન પાઠશાળામાં ધાર્મિક શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી. ધાર્મિક રૂચિની વિશેષતા ને પૂ. કમલસૂરિ આચાર્યના પરિચયથી વૈરાગ્ય ભાવના જાગી અને સંયમ લેવા માટે તત્પર બન્યા. દીક્ષા લેવા માટે વડીલોની સંમતિ મળે તેમ નહતી એટલે ધંધાના કામ અંગે બહાર ગામ જવાનું ગોઠવીને સીધા રાજસ્થાનમાં શિરોહી પહોંચી ગયા. ગામ બહાર મહાવીર જિનપ્રાસાદ સમક્ષ સ્વયં સાધુવેશ પહેરીને સામાયિક વ્રત ગ્રહણ કર્યું. પછી તેઓશ્રી પં. દાનવિજયજી પાસે ગોહિલી આવ્યા. અહીં એમની વડી દીક્ષા થઈ અને આચાર્ય પ્રેમસૂરીશ્વરજીના શિષ્ય તરીકે જાહે૨ ક૨વામાં આવ્યા. ચાર પ્રકરણ, વ્યાકરણ, ન્યાય, કર્મગ્રંથ વગેરે ગ્રંથોનો અભ્યાસ કરીને જ્ઞાનમાર્ગમાં પ્રગતિ સાધી. પૂ. જંબુવિજયજીને ૧૯૯૨માં પં. પદવી અને ૧૯૯૮માં આચાર્ય પદવી પ્રદાન કરવામાં આવી હતી. એમણે ૨૫ ગ્રંથોનું સંપાદન કર્યું છે. કાવ્યનો પણ શોખ હતો એટલે ગીતો ૨૬૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278