Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 270
________________ અને ગહુંલીઓ રચી છે. કર્મપ્રકૃતિ ચૂર્ણિ ટીકા ભા ૧-૨, પંચ સંગ્રહ ભા. ૧/૨, ટીકા વિવિધ પ્રશ્નોત્તર ભા. ૧/૨, ન્યાયસમીક્ષા વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. એમનાં ગીતો – ગહુંલીઓમાં સમકાલીન ગીતની પંક્તિઓનો પ્રભાવ છે. પૂ. શ્રી એ સં. ૨૦૦૧માં ખંભાતમાં ચાતુર્માસ કર્યું હતું તે પ્રસંગને કેન્દ્રમાં રાખીને કવિ ભાલચંદ્રએ ચાતુર્માસ વર્ણન દ્વારા એમના વ્યક્તિત્વની વિશેષતાઓનો પરિચય કરાવ્યો છે. પૂ. શ્રી એ ગુજરાત, મારવાડ, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં વિહાર કરીને જિન શાસનની પ્રભાવના કરી હતી. વર્ધમાન તપની ઓળી ઉપરાંત અન્ય તપશ્ચર્યામાં જોડાયા હતા. ૮. શ્રી જમ્બુગુરુ ગીતા જૈન સાહિત્યમાં આગમશાસ્ત્રના સમયથી ગુરુ મહિમા દર્શાવતી રચનાઓ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં સર્જાઈ છે. ગુરુ ગુણ દર્શાવતી દીર્ઘકૃતિઓ રાસવિવાહલો અને છંદમાં વિશેષ જોવા મળે છે. તદુપરાંત સંસ્કૃત ભાષામાં અષ્ટક (આઠ શ્લોકની રચના) રચનાઓમાં પણ ગુરુ ભગવંતના ગુણોનો મિતાક્ષરી ઉલ્લેખ થાય છે. જમ્બુસ્વામી ગુરુગીતા સંસ્કૃત ભાષામાં શ્લોકબદ્ધ કૃતિ છે તેમાં ૨૪ શ્લોકો દ્વારા જમ્બુસ્વામીનો લાક્ષણિક શૈલીમાં પરિચય થાય છે. આ ગીતાની રચના કવિ પંડિત ભાલચંદ્ર દયાશંકર શાસ્ત્રીએ સંવત ૨૦૦૧માં પૂ. શ્રીનું ચાતુર્માસ ખંભાતમાં થયું હતું તેના અનુસંધાનમાં કરી છે. આ ગીતા કાવ્યની રચનામાં હસ્તપ્રત લેખનની પ્રાચીન શૈલીનો પ્રભાવ પડયો છે. એમ સ્પષ્ટ જણાઈ આવે છે. તેનો આરંભ ગદ્ય શૈલીમાં થયો છે તે ઉપરથી વિષય વસ્તુની માહિતી મળે છે. अथ स्वस्ति श्रीमदनवद्यहृद्य विद्या विद्योतितन्तिः करण । सौजन्य सत्बालयाचार्य प्रवर श्री विजय जम्बूसुरीश्वर मुनिपुऽगवानां स्तम्भतीर्थ चातुर्मास परिचय विद्योतिनी श्लोकावली નિર્દોષ હૃદયને ગુણકારી, સુંદર વિદ્યાવડે પ્રકાશિત અંતઃકરણવાળા સૌજન્ય અને સત્વના મંદિર સમા આચાર્ય પ્રવર શ્રી વિજય જંબૂસૂરીશ્વરની સ્તુતિ તીર્થ ખંભાતમાં થયેલા ચાતુર્માસનો (વિક્રમ સં. ૨૦૦૧) ધર્મ પરિચય પ્રકાશતી શ્લોક મા,લા. ગીતામાં કુલ ૨૪ શ્લોકો છે. તેના ૨૪મા શ્લોકમાં કવિના નામનો ઉલ્લેખ થયો છે. कविना भालचन्देण दयाशंकर सूनुना । व्यरच्यन्त मया श्लोकाः स्तम्भतीर्थाधि वासिना ॥ २४ ॥ Jain Education International For Private & Personal Use Only ૨૬૫ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278