Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 271
________________ ખંભાત નગરવાસી શ્રી દયાશંકરના પુત્ર કવિ ભાલચંદ્ર એવા મેં આ શ્લોકો રચ્યા છે. કવિએ અનુષ્ટ્રપ, વસંતતિલકા અને શાર્દૂલવિક્રીડિત્ છંદનો પ્રયોગ કરીને જબુસ્વામીના ગુણોનો પરિચય કરાવ્યો છે. જખ્ખસ્વામીનું વર્ણન કરતા લોકોમાં નીચેની માહિતી પ્રાપ્ત થાય છે. સૂર્ય સમાન તેજસ્વી, ચંદ્ર સમાન શીતલ વાણી, કાર્યમાં ધીરતા ધારણ કરનારા, સુંદર તેજવાળા, પ્રબળ પ્રભાવશાળી, સૌ પ્રત્યે દયા ભાવ રાખી સંસારથી ઉદ્ધાર કરવાની ઇચ્છાવાળા, વાત્સલ્યપ્રધાન પ્રાણી રક્ષા કરનાર, ભક્તિ ભાવવાળા વગેરે ગુણો દર્શાવ્યા છે. તદુપરાંત ચાતુર્માસની આરાધનામાં ૪૫ આગમનો તપ, અઠ્ઠાઈ, માસક્ષમણ તપ, શાંતિસ્નાત્ર, ચૈત્યપરિપાટી, સિદ્ધચક્રયંત્ર પૂજન, મહાપટની પ્રતિષ્ઠા, પ્રભાવના, સાધર્મિક ભક્તિ વગેરે શાસન પ્રભાવનાનાં કાર્યોના ઉલ્લેખ કરતા શ્લોકો છે. ૧૩મા શ્લોકમાં પૂ.શ્રીનો જ્યોતિષ શાસ્ત્રના ગ્રહો દર્શાવીને પરિચય આપ્યો છે. - તુલા રાશીનો ચંદ્ર, જન્મ લગ્નમાં મેષ રાશી, લગ્નમાં બુધ, ત્રીજા સ્થાનમાં મંગળ છે, બારમા સ્થાનમાં સૂર્ય, આઠમા સ્થાનમાં વૃશ્ચિકનો ગુરુ છે. કવિ શ્રી ભાલચંદ્ર સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, ન્યાય, તર્ક આદિના વિશિષ્ટ પ્રકારના પંડિત હોવાની સાથે જ્યોતિષ શાસ્ત્રના પણ જ્ઞાતા હતા તેની ઉપરની વિગતો ઉપરથી ખ્યાલ આવે છે. “જબુસ્વામી ગીતા” એટલે જબુસ્વામીના ખંભાતના ચાતુર્માસનો સંસ્કૃત શ્લોકો દ્વારા પરિચય પરોક્ષ રીતે વિચારતાં એમના પ્રભાવશાળી વ્યક્તિત્વની વિશેષતા દર્શાવતી રચના. ગીતા શબ્દ સાંભળતાં જ તત્ત્વજ્ઞાન કે ચરિત્રનો સંદર્ભ સ્મૃતિપટ પર આવે છે અહીં કોઈ ચરિત્રાત્મક કે તાત્વિક માહિતી નથી પણ ચાતુર્માસમાં પૂ.શ્રીના આગમ નથી સંઘમાં અપૂર્વ આરાધના થઈ એ એમના ગુણોનો જ પ્રભાવ છે તે રીતે વિચારતાં જખ્ખસ્વામીના ગુણો દર્શાવતી રચનાને ગીતા નામ આપ્યું છે. અહીં કવિનું સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ સંધિ સમાસયુક્ત શૈલીનો પદ્યમાં પ્રયોગ અને તેના દ્વારા ચાતુર્માસના કાર્યોની માહિતી આપતી લાક્ષણિક કૃતિ તરીકે સ્થાન ધરાવે છે. द्वितीयाप्यद्वितीयेय - माषाढस्यार्जुनातिथिः । यया स्तम्भपुरेऽकारि, तन्मुनीश्वरदर्शनम् ॥ ६ ॥ ૨૬૬| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278