Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 262
________________ શ્રી સુખસાગર ગુરુ ગીતા આ. બુદ્ધિ સાગરસૂરિની ગીતાઓ તત્ત્વજ્ઞાનના વિષયને કેન્દ્રમાં રાખીને સર્જાયેલી છે. તેની સાથે ગુરુમહિમા દર્શાવતી શ્રી સુખસાગર ગુરુગીતા ચરિત્રાત્મક સ્વરૂપની છે. શ્રી તપાગચ્છ સાગરશાખા પટ્ટાવલિ અનુસાર ૩૧મા શ્રીમદ્ મયાસાગરજી, ૩રમાં શ્રીમદ્ નેમિસાગરજી, ૩૩માં શ્રીમદ્ રવિસાગરજી, ૩૪માં શ્રીમદ્ સુખ સાગરજી છે. જીવનચરિત્ર રચવાની પ્રણાલિકા ઘણી પ્રાચીન છે. તે ઉપરથી જૈન ધર્મના ઈતિહાસની આધારભૂત માહિતી મળે છે. વર્તમાન સમયમાં કેટલાક પુણ્યાત્માઓનું જીવન દૃષ્ટાંતરૂપ હોવાથી તેને અનન્ય પ્રેરણાદાયી માનીને જીવન ચરિત્ર રૂપે લખવામાં આવે છે. ગૃહસ્થોને આવા ચરિત્રો જીવનઘડતરમાં માર્ગદર્શક બને તેવા છે. આ બુદ્ધિ સાગરસૂરિએ પોતાના ગુરુ પ્રત્યેના પૂજયભાવથી ગુરુગુણ સ્તુતિરૂપે ગીતા રચી છે. “ગીતા” શબ્દમાં ગેયતાગાવાનો સંદર્ભ છે એટલે અહીં કવિએ ગુરુનાં ગુણગાન ગાયાં છે. તે ઉપરથી શ્રી સુખસાગરગુરુ ગીતા નામ આપ્યું છે. ગીતાના રચના વિશેની માહિતી દર્શાવતી પંક્તિઓ નીચે પ્રમાણે છે. જૈનોનાં જ્યાં દ્વિશત ઘર છે ગામ રૂ વડાલી મંદિરો છે જિનવરતણાં શોભીતી હસ આલિ તેમાં ચૈત્યે વસતિ કરીને માસની એક ભાવે ગાથા ભાવે ગુરુ ગુણખરા ભક્તિના પૂર્ણ દાવે. ૫૧૬ll (પા. ૧૧૬) ઓગણિસ શત ઈકોતેરે માધ પૂર્ણિમાસાર પુષ્યાકે પૂરો કર્યો થાવો જગ જયકાર યથાશક્તિ મતિયોગથી રહ્યો ગ્રન્થ એ બેશ બુદ્ધિસાગર સૂરિ ઘટ આનન્દ હોય હમેશ. / પર૫ /. કવિએ મધ્યકાલીન કાવ્ય પરંપરાનાં લક્ષણોને અનુસરીને ફળશ્રુતિનો ઉલ્લેખ કર્યો છે. સદ્દગુરુ ભક્તિ પ્રતાપથી ધાર્યો થાશો કાજ ધૃતિ કીર્તિ શ્રી હ તણું ઘટ પ્રકટો સામ્રાજય. || પરના ૨૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278