Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 260
________________ વૃદ્ધાવસ્થાને કારણે તેઓશ્રી ગુરુ સાથે સંવત ૧૯૪૮ થી ૧૯૫૪ સુધી રહ્યા અને તનમનના શુભ ભાવથી ગુરુની વૈયાવચ્ચ-ભક્તિ કરીને પ્રીતિપાત્ર બન્યા. વૈયાવચ્ચથી એવો અનુભવ થયો કે ગુરુસેવામાં મુક્તિનો મેવો છે. ગુરુ આજ્ઞાનું વિનય-વિવેક પૂર્વક પાલન, ગોચરી વગેરે દ્વારા ગુરુની સેવા કરીને વૈયાવચ્ચ ગુણમાં અભિવૃદ્ધિ કરી. આ ભક્તિના પ્રતાપે તેઓશ્રી કહેતા હતા કે ગુરુઓ પાસેથી જે જે બાબતોના અનુભવ મળે છે તે જીવતાં શાસ્ત્રો છે. પૂ. ગુરુદેવની તબિયત વધુ નરમ થતાં મહેસાણાના ઉપાશ્રયમાં વ્યાખ્યાનની પાટ પાસે સુખાસને બેસાડવામાં આવ્યા. પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિના દર્શન કરાવવામાં આવ્યા પછી તેઓશ્રી આત્મધ્યાનમાં મસ્ત બન્યા. પછી તેઓશ્રી બોલ્યા કે મારા જમણા હાથનો અંગૂઠો હાલે ત્યાં સુધી હું આત્મધ્યાનના શુધ્ધ ઉપયોગમાં લીન છું એમ જાણવું. પૂ. ગુરુદેવશ્રીની અંતિમ ક્ષણ આવી ગઈ અને આ ભૌતિક દેહ છોડીને દિવ્યધામમાં પ્રયાણ કર્યું. ગુરુવિરહ સૌ કોઈના હૃદયને ભાવભીનું કરીને કરૂણાનો અને શોકનો અનુભવ કરાવે છે. એમની ચિર વિદાયથી સુખસાગરજીતો વિચારતા હતા કે જ્ઞાની ગુરુના વિયોગથી વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. ગુરુની આજ્ઞાનું પાલનસેવા અને રત્નત્રયીની આરાધનાનાં સંસ્મરણો મારા સંયમ જીવનને વધુ પોષણ આપે છે. શ્રી સુખસાગરજીએ ઉત્તર ગુજરાત-ખેડા, અમદાવાદ વડોદરા અને સુરત જેવાં સ્થળોએ વિહાર કરીને શાસનની પ્રભાવના કરી હતી. પૂ.શ્રીની નિશ્રામાં પેથાપુરથી શેઠ રવચંદે સિદ્ધાચળનો સંઘ કાઢયો હતો. તેઓ પાલનપુર હીર વિજયસૂરિના ઉપાશ્રયમાં હતા ત્યારે મહેસાણાની પાઠશાળાના શિક્ષકશ્રી બહેચરભાઈ એમને વંદન કરવા આવ્યા હતા. એમની ધર્મધ્યાનની પ્રવૃત્તિથી બહેચરભાઈને દીક્ષા લેવાની ભાવના જાગી અને સંવત ૧૯૫૭માં માગશર શુદિ છઠ્ઠને દિવસે બહેચરભાઈએ સર્વવિરતિ ધર્મનો આનંદોલ્લાસથી સ્વીકાર કર્યો અને “બુદ્ધિસાગર’ નામ પાડવામાં આવ્યું. સુખસાગરજીને તાવની ભયંકર માંદગી આવી પડી. શ્વાસ અને ખાંસીને તકલીફ થઈ છતાં તેઓ તો આત્મધ્યાનમાં મગ્ન બન્યા હતા. અંતિમ સમયે પણ એમની માનસિક સ્વસ્થતા ઊંચા પ્રકારની હતી. પોતાના શિષ્યો અને સાધુઓને ઉદેશીને ઉપદેશામૃત વચનો કહ્યાં હતાં. તેના નમૂનારૂપ વિચારો નીચે પ્રમાણે છે. આ સંસારમાં મનુષ્યને પડવાનાં ઘણાં સ્થાન છે. ચડવાનાં સ્થાનો થોડાં છે. આત્મોન્નતિના હેતુઓ તરફ લક્ષ્ય રાખીને મોક્ષ માર્ગમાં આગળ વધવું દુષ્કર છે. ૨૫૫ ૨૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278