Book Title: Jain Gita Kavyono Parichay
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 259
________________ ૭. ગુરુદેવ-સુખસાગરજી ગુરુ-ગીતા પૂ. સુખસાગરજીના જીવનનો પરિચય અને વિશેષતાઓની ભૂમિકાને આધારે સુખસાગરગુરુ ગીતાનો આસ્વાદ કરવાની સરળતા થાય તેમ છે. વ્યક્તિને વ્યક્તિના જીવનમાં રસ છે અને તે માનવ જન્મમાં પ્રાપ્ત થાય છે. આ જીવન રસના મૂર્તિમંત ઉદાહરણરૂપ પૂ.શ્રી સુખસાગરજીનું જીવન છે. દીપસે દીપ જલેએ ન્યાયે આવા ગુરુની નિશ્રાથી અન્ય માનવીઓ પણ પોતાના જીવન દીપને ઝળહળતો રાખીને ભવિષ્યની પેઢીને માટે માર્ગસૂચક સ્થંભ સમાન બને છે અને એટલા માટે જ ચરિત્ર સાહિત્યની સૃષ્ટિનો સૌથી વધુ વિકાસ થયો છે. કથારસ અને જીવનરસ બન્નેનો સુભગ સંયોગ ચરિત્રની સૃષ્ટિમાં છે એટલે સાહિત્યમાં કલ્પના વિહારની સાથે વાસ્તવદર્શી નિરૂપણ અને સત્યનો આશ્રય લઈને અધિકૃત વ્યક્તિના શુભ હસ્તે ચરિત્રો લખાય છે. તેથી તેનું મૂલ્ય જીવન ઘડતરને વિકાસમાં સૌથી ઊંચું છે. સુખ સાગર ગીતા એ ગુરુગુણોનો ભંડાર છે અને આ ગુણોનો મહિમા પૂ. બુદ્ધિ સાગરસૂરિએ શિષ્યભાવે ગાયો છે. શ્રી સુખસાગર ગુરુનો પરિચય ગુજરાતની રાજધાની અને જૈનોનું અનોખું તીર્થ પાટણની ભૂમિના નરરત શ્રી સુખસાગરજી હતા. વીશા પોરવાડ જ્ઞાતિના આલમચંદ અને જડાવબાઈના પરિવારમાં સંવત ૧૯૦૭ના શ્રાવણ શુદિ-૧૪ના રોજ પુત્રનો જન્મ થયો અને એમનું નામ સાંકળચંદ પાડવામાં આવ્યું. જ્યોતિષિઓએ જન્મના ગ્રહોને આધારે આગાહી કરી હતી કે આ જાતક ભવિષ્યમાં મહાન થશે. માતા-પિતાની છત્રછાયા અને ધાર્મિક સંસ્કારોના સિંચન દ્વારા આ બાળકે દર્શન, પૂજા, ગુરુવંદન અને વ્યાખ્યાન, શ્રવણની સાથે વ્યવહારનો અભ્યાસ કર્યો. ગામઠી શાળામાં અભ્યાસ કરીને વેપારમાં જોડાયા. વેપારના કાર્યમાંથી સમય કાઢીને ગુરુની નિશ્રામાં સામાયિક કરીને ધાર્મિક અભ્યાસમાં પ્રગતિ સાધી પૂ. રવિસાગરજી મ.સા.નો પરિચય થયો. એમની વ્યાખ્યાન શૈલીથી પ્રભાવિત થઈને દીક્ષા લેવાની ભાવના પ્રગટ થઈ. વડીલોએ દીક્ષા અંગે સંમતિ ન આપી પણ સાંકળચંદની દીક્ષા માટેની પ્રબળ ભાવના અને તેના આચાર વિચાર જોઈને વડીલોની સંમતિથી મહેસાણામાં સંવત ૧૯૪૩ના વૈશાખ શુદિ છઠ્ઠને દિવસે અપૂર્વ ઉલ્લાસ અને ભવ્યઠાઠથી દીક્ષા અંગીકાર કરી. પૂ. ગુરુદેવશ્રી રવિસાગરજી મહારાજ સાહેબની ૨૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278