________________
ભણે ગણે જે સાંભળે ગુરુ કાવ્ય સદાય મંગલમાલા તે લહે ઘર ઘર આનન્દ થાય. પરા/ ચઢતી કલા પ્રતિદિન થજો સદ્ગુરુ ભક્તિ પસાય શાન્તિ તુષ્ટિ પુષ્ટિની સિદ્ધિ ઘટમાં થાય. || પ૨૩
કવિએ સુખસાગર ગુરુના વિવિધ ગુણોને લક્ષમાં રાખીને એમના જીવનનો મહિમા દર્શાવ્યો છે.
કામજિતક, બ્રહ્મચર્ય, પ્રતિજ્ઞાપાલન, કહેણી રહેણી, ઔદાર્ય - દૃષ્ટિ, ગુણરાગી, ત્યાગ, મળતાપણું, ગુર્વાશા પાલન, ગુરુસેવા, ગુદ્રોહીની કુગતિ, સદાચાર, સાહાપ્યદાયક, દાક્ષિણ્યતા, ગંભીરતા, વાત્સલ્યતા, વિવેક, સંપથી પ્રગતિ, તપ, ધ્યાન, શુભ ધ્યાન, માનવૃત્તિ ત્યાગ, સમતાસમાધિ, ભાવના, ગુણ્યાત્રા, શ્રુતજ્ઞાનયાત્રા, ચતુર્વિધ સંઘયાત્રા, નીતિ, શ્રધ્ધા, ધૈર્ય, સ્થિરતા, જેવા વિશિષ્ટ ગુણો દ્વારા સુખસાગરના વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે.
ગુરુ ઉપદેશનાં સંદર્ભમાં વૈરાગ્ય, ક્ષણ ભંગુરતા, આત્મસ્મૃતિ, ક્ષણિક વિષયમાં શું રાચવું વગેરે વિષયો છે. તદુપરાંત વૈરાગીની દશા, શિષ્યશિક્ષા, સ્વર્ગગમન, વિલાપ, ગુરુપ્રતિ ક્ષમાપના વિશે વિચારો વ્યક્ત કર્યા છે.
આ રીતે સુખસાગર ગુરુગીતામાં સકલ ગુણ સમૃદ્ધિનું દર્શન થાય છે.
ઉપરોક્ત વિષયોના અનુસંધાનમાં કેટલીક પંક્તિઓ પરિચય માટે નોંધવામાં આવી છે. તે ઉપરથી સુખસાગર ગુરુના જીવન વિશે માહિતી પ્રાપ્ત થાય તેની સાથે કવિની શૈલીનો રચના-રીતિનો ખ્યાલ આવે છે. ગુરુનાં પગલાં પાવનકારી છે તેના સંદર્ભથી ગીતાનો પ્રારંભ કર્યો છે.
પગલાં પડ્યાં તારાં અહો ! જ્યાં તીર્થ તે માટે સદા
તવ પાદની ધૂલી થકી લ્હાલો રહું ભાવે મુદા • તવ પાદપક્વ લોટતાં પાપો કર્યા રહેવે નહીં
હું ચિત્તમાં જે માનીયું તે માન્ય મારે છે સહી. / ૧ // શિષ્યની ગુરુ માટેની સમર્પણની ભાવના અને ગુરુચરણ રજથી પવિત્ર થવાની ઉત્તમ ભાવના દર્શાવી છે. કામવાસનાના વિપરીત પરિણામ વિશે કવિ જણાવે છે કે
જ્યાં કામ છે ત્યાં રામ નહિ, જયાં કામ ત્યાં શાન્તિ નહીં જ્યાં કામની વાતો થતી, ત્યાં મોહની સ્વારી સહી
૨૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org